અમૃતસર દુર્ઘટના બાદ સરકાર સફાળી બેઠી થઇ, ધાર્મિક આયોજન માટે ગાઇડ લાઇન
પંજાબના કેપ્ટન અમરિંદર સિંહે દિવાળીને ધ્યાને રાખીને ગૃહસચિવને ફટાકડાનાં ખરીદ- વેચાણ અને તેનાં સંગ્રહ મુદ્દે ગાઇડ લાઇન બહાર પાડવા માટે જણાવ્યું છે
અમૃતસર : અમૃતસરમાં રાવણ દહન દરમિયાન થયેલી ટ્રેન દુર્ઘટનામાં 59 લોકોનાં મોત બાદ પંજાબ સરકાર જાગી છે. રાજ્ય સરકાર હવે ત્રણ તહેવાર સબંધી આયોજનો મુદ્દે દિશા નિર્દેશ લાવવા માટેની તૈયારીમાં છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ અંગે ગૃહસચિવ એનએસ કાલ્સીને આદેશ આપ્યા છે અને કહ્યું કે, તેઓ ઝડપથી આ દિશમાં જરૂરી પગલા ઉઠાવે.
મુખ્યમંત્રીએ ગૃહ સચિવને નિર્દેશ આપ્યો છે કે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનાં આયોજન માટે વિસ્તૃત ગાઇડ લાઇન તૈયાર કરવામાં આવે જેથી અમૃતસર જેવી ત્રાસની નોબત જ ન આવે. મુખ્યમંત્રી ઇચ્છે છે કે દિશા નિર્દેશમાં રાજ્યનાં કોઇ પણ હિસ્સામાં આયોજીત થનારા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનાં આયોજન મુદ્દે સ્પષ્ટ રીતે નિયમ- કાયદાનો ઉલ્લેખ થવો જોઇએ.
કેપ્ટન અમરિંદર સિંહે દિવાળીને જોતા ગૃહ સચિવને ફટાકડાનાં ખરીદ - વેચાણ અને તેના સંગ્ર અંગે પણ સલાહ ઇશ્યું કરવા માટે જણાવ્યું છે. અમૃતસરની ઘટનાને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે હવે કોઇ પણ પ્રકારની બેદરકારી વર્તવામાં નહી આવે.
મુખ્યમંત્રીએ અમૃતસર દુર્ઘટના બાદ મેજિસ્ટ્રેટ તપાસ કરાવવાની જાહેરાત કરી છે, સાથે જ તેમણે કહ્યું કે, દોષીતની માહિતી લગાવનારા રિપોર્ટ ચાર અઠવાડીયામાં તૈયાર કરવામાં આવશે. જાલંધરના સંભાગીય આયુક્તને તપાસ કરાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. દુર્ઘટનામાં મૃતકનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર અને તમામ ઘાયલોને મફતમાં સારવારની પણ જાહેરાત કરવામાં આવી છે.
રાવણ દહન બન્યું દુર્ઘટનાનું કારણ
શુક્રવારે સાંજે ધોબીઘાટનાં નજીકથી જોડીને ફાટક પર 700 લોકોનાં ટોળાની ભીડ રાવણ દહન જોવા મળી રહ્યું હતું. ત્યારે સાંજે લગભગ 7 વાગ્યે જાલંધર- અમૃતસર ડીઝલ મલ્ટીપલ યૂનિટ (ડીએમયૂ) પેસેન્જર ટ્રેન ત્યાંથી પસાર થઇ. ફટાકડાનાં કારણે મોટા ભાગનાં લોકો અવાજ નહોતા સાંભળી શક્યા અને માત્ર 10થી15 સેકન્ડની અંદર ત્યાં ક્ષત - વિક્ષત શબ વિખરાયેલા પડ્યા હતા અને બુમા બુમ થવા લાગી હતી.