હાઈકોર્ટના જજના નેતૃત્વમાં થશે સિંગર મૂસેવાલા હત્યા કેસની તપાસ, એક આરોપી ઝડપાયો
Sidhu Moose Wala Murder Case: સૂત્રો પાસેથી માહિતી મળી છે કે સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના મામલામાં પંજાબ પોલીસ અને એસટીએફે એક આરોપીની ધરપકડ કરી છે.
ચંદીગઢઃ પંજાબમાં રવિવારે યુવા સિંગર સિદ્ધુ મૂસાવાલાની હત્યા બાદ ચકચાર મચી ગયો છે. આ હત્યા પર મુખ્યમંત્રી ભગવંત માને મોટો નિર્ણય લીધો છે. પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે શુભદીપ સિંહ સિદ્ધુ (સિદ્ધુ મૂસેવાલા) ની હત્યાની તપાસ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશના નેતૃત્વમાં ન્યાયિક પંચની રચના કરવામાં આવી છે. ભગવંત માને લોકોને વિશ્વાસ અપાવતા કહ્યુ કે, આ હત્યાના આરોપી જલદી જેલમાં હશે. આ સિવાય મુખ્યમંત્રીએ સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા ઓછી કરવાના નિર્ણયની પણ તપાસનો આદેશ આપ્યો છે.
આ મામલામાં સૂત્ર પાસેથી માહિતી મળી છે કે એસટીએફ અને પંજાબ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીને શિમલા બાઈપાસ નવા ગામ ચોકી વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આરોપી હેમકુંડ યાત્રામાં પોતાના સહયોગીઓ સાથે નિકળ્યો હતો.
સિદ્ધુ મૂસેવાલાની હત્યાની ગણતરીની પળો પહેલાનો Video, ફાયરિંગનો અવાજ પણ સંભળાયો
આ પંજાબી સિંગરે નાની ઉંમરે પોતાના જાદૂથી લોકોના દિલ જીતી લીધા હતા. આ યુવા સિંગરે પંજાબ સહિત દુનિયામાં ધૂમ મચાવી હતી. પરંતુ હવે તેનો અવાજ શાંત થઈ ગયો છે. માત્ર 28 વર્ષની ઉંમરે તેની હત્યા થઈ છે.
સિદ્ધુ મૂસેવાલા માનસા જિલ્લામાં રહેતો હતો. તેણે કેનેડામાં અભ્યાસ કર્યો હતો. તો આજ વર્ષે કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી પણ લડી હતી. તેનું અસલી નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube