નવી દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુકાલાત બાદ પંજાબના મુખ્યમંત્રીએ કહ્યુ કે, પીએમ નરેન્દ્ર મોદીએ મને જીતની શુભેચ્છા આપી છે. મને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા પર મદદનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, મેં બે વર્ષ સુધી દર વર્ષે 50 હજાર કરોડની નાણાકીય મદદની માંગ કરી છે. માને કહ્યુ કે, પંજાબને બીજીવાર દેશનું નંબર-1 રાજ્ય બનાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભ્રષ્ટાચારની ફરિયાદ માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે લોકો ભ્રષ્ટાચારની સીધી ફરિયાદ તેમને કરી શકશે. બુધવારે શહીદ દિવસ પર ભગવંત માને પોતાનો પર્સનલ વોટ્સએપ નંબર  9501 200 200 જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, આ નંબર પર લોકો તેમને ફોટો, ઓડિયો, વીડિયો મોકલી ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકે છે. 


ટીએમસીએ જગદીપ ધનખડને હટાવવાની કરી માંગ, રાજ્યપાલ બોલ્યા- બીરભૂમમાં જે થયું તે શરમજનક


મુખ્યમંત્રી બન્યા બાદ ભગવંત માનની આ પ્રધાનમંત્રી મોદી સાથે પ્રથમ મુલાકાત છે. આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને સ્વતંત્રતા સેનાની ભગત સિંહના ગામ ખટકડ કલાંમાં 16 માર્ચે હજારો લોકોની હાજરીમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ સીએમ માનને પીએમ મોદીએ શુભેચ્છા આપી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube