Punjab: CM ભગવંત માને `ભ્રષ્ટાચારી` મંત્રીની છૂટ્ટી કરી નાખી, હવે ACB એ કરી ધરપકડ
વિજય સિંગલા વિરુદ્ધ કેસ દાખલ કરવાના પણ નિર્દેશ આપી દીધા છે.
Punjab News: પોતાની સરકારના સ્વાસ્થ્ય મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા બાદ પુરાવા મળતા પંજાબના સીએમ ભગવંત માને તેમને બરતરફ કરી દીધા. એટલું જ નહીં મુખ્યમંત્રી ભગવંત માને વિજય સિંગલા વિરુદ્ધ કેસ દાખલ કરવાના પણ નિર્દેશ આપી દીધા છે. મળતી માહિતી મુજબ વિજય સિંગલાની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
અત્રે જણાવવાનું કે વિજય સિંગલા ભગવંત માન સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા. વિજય સિંગલા પર કોન્ટ્રાક્ટ બદલ એક ટકો કમિશનની માંગણી કરવાનો આરોપ હતો. આ મામલે નક્કર પુરાવા મળ્યા છે એવું પંજાબ સીએમઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. અત્રે જણાવવાનું કે વિજય સિંગલા ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી. ત્યારબાદ જ્યારે નક્કર પુરાવા મળ્યા તો સીએમ ભગવંત માને તેમને બહારનો રસ્તો દેખાડી દીધો. તેમણે કહ્યું કે એક ટકો ભ્રષ્ટાચાર પણ સાખી લેવાશે નહીં.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube