ભગવંત માન અને ડો.ગુરપ્રીત કૌર આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિવાર સહિત લગ્નમાં સામેલ થયા. તેમણે લગ્નમાં પિતાની રસ્મો નિભાવી. લગ્નમાં મર્યાદિત મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. લગ્ન સમારોહ સીએમ હાઉસમાં જ રાખવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે 32 વર્ષના ગુરપ્રીત કૌર ભગવંત માન (48) કરતા 16 વર્ષ નાના છે. તેમની મુલાકાત ચાર વર્ષ પહેલા થઈ હતી. ભગવંત માનના આ બીજા લગ્ન છે. પહેલી પત્નીથી તેમણે 2015માં ડિવોર્સ લીધા હતા. સોળે સણગાર સજેલી દુલ્હન ગુરપ્રીત કૌર અત્યંત સુંદર લાગી રહ્યા હતા. જ્યારે સીએમ ભગવંત માને  પીળી પાઘડી અને ગોલ્ડન કૂર્તા પાઈજામા પહેર્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube