નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને કોંગ્રેસી નેતા નવજોત સિંહ સિદ્ધુની વચ્ચે હવે ઉગ્રયુદ્ધ સામે આવી રહ્યું છે. રવિવારે તેમણે સિદ્ધુ પર નિશાન સાધતા કહ્યું કે, મારી અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ટિપ્પણીનું કોઇ પણ યુદ્ધ નથી ચાલી રહ્યું. જો તેઓ મહત્વકાંક્ષી છે તો ઠીક છે. લોકોની પાસે મહત્વકાંક્ષા હોય ચે. તેમણે કહ્યું કે, હું સિદ્ધુને બાળપણથી જાણુ છું. તેઓપંજાબના મુખ્યમંત્રી બનવા માંગે ચે અને તેના કારણે તેઓ મને હટાવવા માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Exit Poll 2019 : આખરે શું હોય છે એક્ઝિટ પોલ? જાણો કેવી રીતે તૈયાર થાય છે આંકડા...
મહા EXIT POLL 2019: ZEE NEWS પર આજે સાંજે 5 વાગ્યાથી જુઓ 'poll of polls'


અત્રે ઉલ્લેખનીય છે કે, અમૃતસર લોકસભા સીટ મુદ્દે નવતોજ  સિંહ સિદ્ધુએ નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. તે ઇચ્છતા હતા કે તેની પત્ની નવજોત કૌર સિદ્ધુને ટિકિટ મળે, જો કે તેવું થયું નહોતું. સિદ્ધુની સતત નિવેદનબાજીનો વળતો પ્રહાર કરતા રવિવારે કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, મારા અને નવજોત સિદ્ધુ વચ્ચે કોઇ જીભાજોડી નથી ચાલી રહી, તેમના પોતાના સપનાઓ છે અને દરેક વ્યક્તિના હોય છે. 


EXIT POLL 2019: 2014માં શું હતાં એક્ઝિટ પોલના પરિણામ? કોની વાત સાચી પડી તે ખાસ જાણો

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે, હું તેમને બાળપણથી ઓળખું છું અને મારી તથા તેની વચ્ચે કોઇ જ સ્પર્ધા નથી, પરંતુ તેઓ પોતે મુખ્યમંત્રી બનવા માંગે છે. જેનો એક માત્ર વિકલ્પ છે મને ઉથલાવી દેવો. અત્રે ઉલ્લેખનીય છે કે, મતદાન પહેલા જ સિદ્ધુની પત્નીએ પ્રદેશના મુખ્યમંત્રી અને નેતૃત્વની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. નવજોત કૌરે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશા કુમારી પર અમૃતસરથી લોકસભા ટિકિટ નહી અપાઇ હોવાનો આરોપ લગાવીને વિવાદ પેદા કરી દીધો હતો.