નવી દિલ્હીઃ પંજાબમાં રાજકીય હલચલ વચ્ચે દિલ્હી પહોંચેલા મુખ્યમંત્રી અમરિંદર સિંહ (CM Amrindar singh) બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) સાથે મુલાકાત કરી શકે છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ માહિતી આપી છે. આ સમાચાર સામે આવ્યા બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ થઈ ચુક્યું છે. તે વાત તો જગજાહેર છે કે પંજાબમાં પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની રાજકીટ બેટિંગ 'કેપ્ટન'ને પસંદ આવી રહી નથી. તેને લઈને અમરિંદર સિંહ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ચુક્યા છે. ત્યાં તેમને હદમાં રહીને કામ કરવાની ચેતવણી પણ મળી ચુકી છે. તેવામાં પ્રધાનમંત્રી સાથે કેપ્ટનની સંભવિત મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત હુમલો કરી રહ્યાં છે સિદ્ધુ
ઉલ્લેખનીય છે કે પંજાબમાં અમરિંદર સિંહની સ્થિતિ સતત નબળી પડી રહી છે. કહેવા માટે તો તે મુખ્યમંત્રી છે પરંતુ નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે કમાન સંભાળ્યા બાદ કેપ્ટનનું કંઈ ચાલી રહ્યું નથી. સિદ્ધુ સતત સરકાર પર હુમલા કરતા રહે છે. 


હાલમાં સિદ્ધુએ ફરીથી ટ્વિટર પર અમરિંદર સિંહ સરકાર પર હુમલો કર્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ પોતાના ટ્વીટમાં લખ્યુ-  ડ્રગના કારોબારના દોષીતોને સજા આપવા માટે 18 પોઈન્ટના એજન્ડા હેઠળ કોંગ્રેસની પ્રાથમિકતા રહી છે. મજીઠિયા પર શું કાર્યવાહી કરવામાં આવી. જો વધુ વિલંબ થયો તો રિપોર્ટ જાહેર કરવા માટે પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ લાવીશું. 


આ પણ વાંચોઃ લો કરો વાત...માત્ર આ એક જ રાજ્યમાં ઓક્સિજનની અછતથી થયા મોત? જાણો રાજ્યોના જવાબ


શું રંગ લાવશે મુલાકાત, અમિત શાહ સાથે પણ કરી હતી વાત
આવા માહોલમાં કેપ્ટનની પ્રધાનમંત્રી સાથે મુલાકાત શું રંગ લાવશે તે આવનારો સમય જણાવશે. આમ તો મંગળવારે અમરિંદર સિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે કિસાનોના લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનના સામાજિક, આર્થિક અને સુરક્ષા પ્રભાવોનો હવાલો આપતા ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી હતી. 


મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે પંજાબ સમર્થિત આતંકી તાકાત બચાવ માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 25 કંપનીઓ તથા બીએસએફ માટે ડ્રોનરોધી ઉપકરણોની માંગ કરી હતી. તેમણે હિન્દુ મંદિરો, મુખ્ય કિસાન નેતાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયો, આરએસએસ-ભાજપના નેતાઓને નિશાન બનાવવાની આશંકાનો પણ હવાલો આપ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube