કેપ્ટન અમરિંદરે કહ્યું- કરતારપુર કોરિડોર ખોલવા પાછળ પાકિસ્તાનનો એજન્ડા છુપાયેલો છે
કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) ને લઇને પાકિસ્તાન સરકારના સત્તાવાર પ્રમોશનલ વીડિયોમાં ખાલિસ્તાની અલગાવાદી જરનલ ભિંડારાવાલે દેખાતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) એ કહ્યું કે હું પ્રથમ દિવસથી ચેતવી રહ્યો છું કે તેની પાછળ પાકિસ્તાનનો એક એજન્ડા છુપાયેલો છે.
નવી દિલ્હી; કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) ને લઇને પાકિસ્તાન સરકારના સત્તાવાર પ્રમોશનલ વીડિયોમાં ખાલિસ્તાની અલગાવાદી જરનલ ભિંડારાવાલે દેખાતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) એ કહ્યું કે હું પ્રથમ દિવસથી ચેતવી રહ્યો છું કે તેની પાછળ પાકિસ્તાનનો એક એજન્ડા છુપાયેલો છે.
જોકે 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરીડોરના ઉદઘાટન પહેલાં પાકિસ્તાનનું મોટું કાવતરું ઉજાગર થયું છે. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રાલયે કરતારપુર સાહિબ સાથે જોડાયેલો એક પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ગુરૂ નાનક દેવના 550મા પ્રકાશ પર્વના ઉપલક્ષ્યમાં સિખ શ્રદ્ધાળુઓ માટે સ્વાગત ગીત છે. પરંતુ આ વીડિયોમાં ખાલિસ્તાની આતંકવાદીઓ જનરલ સિંહ ભિંડરાવાલે, શબેગ સિંહ અને અમરીક સિંહના પોસ્ટર જોવા મળે છે. ઓપરેશન બ્લૂ સ્ટારમાં આ બધા મોતને ભેટ્યા હતા. તેમાં ખાલિસ્તાની આંદોલન સાથે જોડાયેલી માંગ રેફરેંડમ 20-20 ના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.
કરતારપુર કોરીડોરના ઉદઘાટન પહેલાં કાવતરુ, PAK વીડિયોમાં જોવા મળ્યા ખાલિસ્તાની આતંકવાદીઓના પોસ્ટર
વડાપ્રધાન નરેંદ્ર મોદી 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે અને 12 નવેમ્બરના રોજ થનાર ગુરૂ દેવના 550મી જયંતિ સમારોહના અવસર પર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જનાર પહેલા સિખ શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને રવાના કરશે. આ સિખ સમુદાયના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંથી એક છે, જ્યાં શ્રદ્ધાળુ પહેલાં સિખ ગુરૂના 550મી જયંતિને ઉજવી રહ્યા છે. ગુરૂદ્વારા દરબાર સાહિબના નામથી પ્રસિદ્ધ કરતારપુર સાહિત ગુરૂદ્વારા સિખ ધર્મમાં વિશેષ માન્યતા રાખે છે જ્યાં ગુરૂ નાનક દેવ જીએ 18 વર્ષ પસાર કર્યા હતા અને તેમણે અહીં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.
દિલ્હી હાઇકોર્ટ કરશે પોલીસની અરજી પર સુનાવણી, વકીલોએ કર્યો કામનો બહિષ્કાર
બોર્ડરથી 4 કિમી દૂર
માનવમાં આવે છે કે ભારતને અડીને આવેલી સીમાથી લગભગ 4 કિલોમીટર દૂર સ્થિત કરતારપુર ગુરૂદ્વારા 16મી શતાબ્દીમાં ગુરૂ નાનકના નિર્વાણવાળી જગ્યા પર બનાવવામાં આવ્યું છે. તેને 4.2 કિલોમીટર લાંબા કરતારપુર સાહિબ કોરીડોર સાથે જોડવાનો છે.