નવી દિલ્હી : પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે નિરંકારી સંસ્થા પર થયેલા હુમલા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI)નો હાથ હોવાનું જણાવ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સમાં સિંહે કહ્યું કે, આ એક આતંકી હુમલો હતો. આ હુમલામાં કોઈ પણ સાંપ્રદાયિક એન્ગલ નથી. તેમણે બુધવારે માહિતી આપતા કહ્યું કે, પોલીસે નિરંકારી ભવનમાં ગ્રેનેડથી હુમલો કરનારા બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી લીધી છે. 26 વર્ષના બિક્રમજીત સિંહને પકડી લેવાયો ચે. બીજા આરોપીને પણ જલ્દી જ પકડી લેવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, પંજાબના અમૃતસરમાં રવિવારે નિરંકારી ભવન પર બે પાઘડીઘારી યુવકોએ હાથગોળો ફેંક્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા, અને સાથે જ 30 જેટલા ઘાયલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરમાં સુરક્ષાદળોની વિરુદ્ધ વપરાતા હતા હથિયાર
અમરિંદર સિંહે જણાવ્યું કે, આ આતંકી હુમલાને અંજામ આપનાર બીજા આતંકીનું નામ અવતાર સિંહ છે. આ લોકોએ હુમલો એટલા માટે કર્યો કે, તેઓ આસાન લક્ષ્ય હતા. તેમણે કહ્યું કે, અમે આ મામલે આગોતરા પગલા ઉઠાવીને અન્ય સંસ્થા દ્વારા કરાયા ષ઼ડયંત્રોને પહેલે જ રોકી દીધા હતા. સીએમએ હુમલામાં પ્રયોગમાં લેવાયેલા ગ્રેનેડ વિશે માહિતી આપતા કહ્યું કે, જે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે, તે કાશ્મીરના મોડ્યુલથી લેવામાં આવ્યો છે. આવા હથિયારોનો ઉપયોગ કાશ્મીરમાં સુરક્ષાદળોની વિરુદ્ધ ઉપયોગમાં લેવાય છે. તે પાકિસ્તાનની ફેક્ટરીમાં બનાવાયો છે અને છરાઓથી ભરેલો હતો.


નિરંકારી ભવન પર થયો હતો બ્લાસ્ટ
અમૃતસરમાં રવિવારે એક ધાર્મિક ભવન પર પઘડીધારી બે યુવકોએ હાથગોળો ફેંક્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા, અને સાથે જ 30 જેટલા ઘાયલ થયા હતા. હકીકતમાં, રાજા સાંસી ગાવમાં મોટરસાઈકલ પર આવેલ પઘડીધારી બે યુવકોએ પ્રાર્થના સ્થળ પર ગ્રેનેડ ફેંક્યો હતો. તે સમયે સભાગારમામાં અંદાજે 200 લોકો હાજર હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલામાં પૂરતા પુરાવા છે, અને યોગ્ય દિશામાં તપાસ આગળ વધી રહી છે. મંત્રાલયના અન્ય એક અધિકારીએ કહ્યું કે, પંજાબ પોલીસે ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સાત સ્વંયસેવકોની હત્યાની શાનદાર તપાસ કરી હતી, અને તે આવા અનેક ષડયંત્રને સામે લાવવામાં સમર્થ છે.