ચંડીગઢઃ આજનો દિવસ પંજાબ (Punjab) ની રાજનીતિ માટે મહત્વનો છે. હાલના ઘટનાક્રમ પર દેશભરની નજર છે. એક તરફ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) એ રાજીનામુ આપી દીધું છે તો પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની  (Charanjit Singh Channi) એ નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દીધી છે. ત્યારબાદ સીએમ ચન્નીએ પત્રકાર પરિષદ કરી અને કેન્દ્ર સરકારને ત્રણ કૃષિ કાયદા પરત લેવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજીનામાની જાણકારી નહીં?
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ- કિસાનોની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. નવા કૃષિ કાયદાથી કિસાન પરેશાન છે. સરકાર ત્રણેય કૃષિ કાયદા પરત લે. આ સાથે ચેન્નીએ કહ્યુ કે, કિસાનોને સબ્સિડી પર લોન આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ દરમિયાન મુખ્યમંત્રીએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુના રાજીનામાની જાણકારી ન હોવાની વાત કહી છે. બાદમાં કહ્યુ તે પ્રધાન છે, સારા નેતા છે. સાથે તેમણે કહ્યુ- જો સિદ્ધિ સાહેબને કોઈ સમસ્યા છે તો સાથે મળીને વાત કરીશું.


કેપ્ટન અમરિંદરે કર્યુ ટ્વીટ
તો પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુના રાજીનામા પર ટ્વીટ કર્યુ છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ- 'મેં પહેલા કહ્યુ હતુ. તે સ્થિર વ્યક્તિ નથી. પંજાબ જેવા બોર્ડર સ્ટેટ માટે જરાય યોગ્ય નથી.'


ઉરી ઓપરેશનમાં સેનાને મળી મોટી સફળતા, જીવતો ઝડપાયો લશ્કરનો એક આતંકી, મોટા હુમલાનો હતો પ્લાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube