પંજાબના રાજ્યપાલને મળી ભગવંત માને સરકાર બનાવવાનો કર્યો દાવો, કહ્યું- `અમારી પાસે સારી કેબિનેટ હશે, રાહ જોવો..`
રાજ્યપાલે અમને શપથ સમારોહનું સ્થળ અને સમય પૂછ્યો તો મેં જણાવ્યું હતું કે શદીદ ભગત સિંહના પૈતૃક ગામ ખટકર કલાંમાં 16 માર્ચે 12.30 વાગ્યે શપથ સમારોહ યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે, શપથ સમારોહમાં સમગ્ર પંજાબના લોકો સામેલ થશે, લોકો શહીદ ભગત સિંહને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે.
નવી દિલ્હી: પંજાબાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને આજે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત સાથે મુલાકાત કરી છે અને રાજ્યમાં સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો છે. શુક્રવારે મોહાલીમાં AAP ધારાસભ્યોની બેઠકમાં માનને પાર્ટીના વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભગવંત માન 16 માર્ચે નવાંશહર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના પૈતૃક ગામ ખટકર કલાંમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કરીને કહ્યું કે, તેમની પાસે સારી કેબિનેટ હશે.
પંજાબના મનોનીત મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, “આજે મેં રાજ્યપાલને સમર્થન પત્ર સુપરત કર્યો છે અને પંજાબમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. રાજ્યપાલે અમને શપથ સમારોહનું સ્થળ અને સમય પૂછ્યો તો મેં જણાવ્યું હતું કે શદીદ ભગત સિંહના પૈતૃક ગામ ખટકર કલાંમાં 16 માર્ચે 12.30 વાગ્યે શપથ સમારોહ યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે, શપથ સમારોહમાં સમગ્ર પંજાબના લોકો સામેલ થશે, લોકો શહીદ ભગત સિંહને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube