પંજાબમા કેપ્ટન અમરિંદર લાવ્યા PAK જેવો કાયદો, ઇશનિંદા પર ઉંમરકેદની સજા
નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન વિવાદ બાદ કેપ્ટન અમરિંદર સિંહી સરકારનાં નવા કાયદાના કારણે વિવાદ પેદા થાય તેવી શક્યતા
ચંડીગઢ : નવસિંહ સિદ્ધુ પાકિસ્તાનનાં વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં જવા અને પાકિસ્તાન જવા અને ત્યાના સેના પ્રમુખને ગળે મળાવવા મુદ્દે વિવાદ હજી સુધી શાંત નથી પડ્યો. ત્યાં રાજ્યની કોંગ્રેસ સરકાર એક કાયદાના કારણે વિવાદમાં આવી ગઇ છે. કેપ્ટન અમરિંદરસિંહ સરકારે પાકિસ્તાનની જેવો જ ઇશનિંદા કાયદો લાવી રહી છે. જેના હેઠળ ધાર્મિક ગ્રંથો સાથે અયોગ્ય વ્યવહાર કરવાનાં કિસ્સામાં ઉંમર કેદની સજા પણ થઇ શકે છે.
મંગળવારે પંજાબ કેબિનેટે ધાર્મિક ગ્રંથોનો અનાદર કરનારા દોષીતોને ઉંમરકેદની સજા માટે ભારતીય દંડ સંહિતા (IPC) અને ગુનાહિત પ્રક્રિયા સંહિતા (CrPC)માં સંશોધનના પ્રસ્તાવ વાળા વિધેયકને મંજુરી આપી દીધી હતી. હવે તેને પાકિસ્તાનના ઇશનિંદા કાયદાની જેમ જ કડક બનાવવામાં આવશે. જો કે અમરિંદર સરકારનું કહેવું છે કે રાજ્ય સરકારમાં આ પ્રકારની અયોગ્ય વર્તનની ઘટનાઓ પર લગામ લગાવવા અને સાંપ્રદાયિક સદ્ભાવ જાળવી રાખવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી અમરિંદર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. પંજાબ સરકારનાં એક પ્રવક્તાએ જણાવ્યું કે, કેબિનેટે આઇપીસીની કલમ 295AA જોડવાને મંજુરી આપી છે, જેથી લોકોની ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી ગુરૂ ગ્રંથ સાહેબ, શ્રીમદ્ભગવતગીતા, કુરાન અને બાઇબલના ગ્રંથ સાથે ચેડા કરીને ધાર્મિક લાગણી દુભાવનારને ઉંમર કેદની સજા મળી શકે છે.
પ્રવક્તાએ જણાવ્યું કે, પંજાબ વિધાનસભાના આગામી સત્રમાં સીઆરપીસી (પંજાબ સંશોધન) વિધેયક 2018 અને આઇપીસી (પંજાબ સંશોધન) વિધેયક 2018ને રજુ કરવામાં આવશે. તે ઉપરાંત કેબિનેટે 14મી વિધાનસભાના 12માં સત્રમાં પસાર થઇ ચુકેલા સીઆરપીસી વિધેયક 2016 અને આઇપીસી વિધેયક 2016ને પાછો ખેંચવાની પણ સ્વિકૃતી આપી દીધી હતી.