નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદનો અંત લાવવા માટે કવાયત તેજ થઈ છે. કોંગ્રેસમાં પંજાબથી લઈને દિલ્હી સુધી હલચલ તેજ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કેપ્ટન અમરિન્દર સિંહ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ હરીશ રાવતે કહ્યું કે હાઈકમાન જે પણ નિર્ણય લેશે તેને કેપ્ટન અમરિન્દર સિંહ માનશે. રાવતે કહ્યું કે અમરિન્દર સિંહે પોતાનું જૂનું નિવેદન દોહરાવ્યું છે અને કહ્યું છે કે જે કઈ પણ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ લેશે તેનું તેઓ પાલન કરશે. 


અમરિન્દર સિંહ સાથે હરિશ રાવતની મુલાકાત વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ પદયાત્રા પર છે. સિદ્ધુ વારા ફરતી કોંગ્રેસના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેમણે પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ સાથે પંચકૂલામાં તેમના નિવાસ સ્થાને લાંબી બેઠક કરી. નવજોત સિંહ સિદ્ધુ વિધાયકો, મંત્રીઓ અને કોંગ્રેસના નેતાઓનું સમર્થન મેળવવા માટે એક પછી એક વિધાયકના ઘરે જઈ રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube