પંજાબ કોંગ્રેસ, UP સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક, ત્રણ દિવસમાં ચોથો સરકારી વિભાગ હેકર્સની ઝપેટમાં
પંજાબ કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ સરકારનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક થયું. યોગી સરકારનું આ અધિકૃત એકાઉન્ટ લગભગ 9 મિનિટ સુધી હેક રહ્યું.
નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. એકાઉન્ટ હેક થયા બાદ NFT ટ્રેડિંગ અંગે ટ્વીટ કરાઈ છે. આ સાથે જ હેકર્સે અનેક અજાણ્યા લોકોને ટેગ કરીને ઢગલો ટ્વીટ્સ કરી છે. દેશની સરકારી સંસ્થાઓ ઉપર પણ સાઈબર એટેકના મામલા વધી રહ્યા છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક થયું. યોગી સરકારનું આ અધિકૃત એકાઉન્ટ લગભગ 9 મિનિટ સુધી હેક રહ્યું.
પંજાબ કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક
હેકર્સે પંજાબ કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક કરીને તેનો પ્રોફાઈલ ફોટો અને કવર ફોટો પણ બદલી નાખ્યો. આ એકાઉન્ટથી ટ્વીટ કરીને કહેવાયું કે 'Beanz અધિકૃત સંગ્રહના પ્રગટીકરણના ઉત્સવ હેઠળ અમે આગામી 24 કલાક માટે કમ્યુનિટીના તમામ સક્રિયા NFT વેપારીઓ માટે એક એરડ્રોપ ખોલી નાખ્યું છે.'
યોગી સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક
આજે સવારે 11 વાગ્યે ને 21 મિનિટ પર આ એકાઉન્ટ હેક કરાયું. જેને જો કે ગણતરીની મિનિટોમાં રિકવર કરી લેવાયું હતું. છેલ્લા 3 દિવસમાં ભારતનું આ ચોથું સરકારી ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે.
ગજબ ભેજું! ઓફિસ આવ-જા કરવા એવી કાર બનાવી નાખી...માત્ર 5 રૂપિયામાં 60 કિમીની કરે છે મુસાફરી
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube