ચંડીગઢ: કોંગ્રેસ હાઈ કમાને નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે પંસદગી કરી છે. જ્યારથી આ નિર્ણય લેવાયો છે ત્યારબાદથી તેઓ પોતાના સમર્થકોને મળે છે. પરંતુ પ્રદેશના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાથે તેમની મુલાકાત હજુ થઈ શકી નથી અને અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા આ બંને વચ્ચેનો ખટરાગ હાલ શાંત થાય તેવું જણાતું નથી. પંજાબના મુખ્યમંત્રી તરફથી સ્પષ્ટ કરાયું છે કે જ્યાં સુધી સિદ્ધુ માફી ન માંગે ત્યાં સુધી કોઈ મીટિંગ  કરશે નહીં. આ બાજુ સિદ્ધુનું શક્તિ પ્રદર્શન સતત ચાલુ છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો નવજોત સિંહ સિદ્ધુના ઘરે ભેગા થયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રેકફાસ્ટ પર બોલાવ્યા ધારાસભ્યોને
પંજાબ કોંગ્રેસના નવા પસંદ કરાયેલા પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીના ધારાસભ્યોને અમૃતસર ખાતે પોતાના ઘરે બ્રેકફાસ્ટ પર બોલાવ્યા. 62 જેટલા ધારાસભ્યો સિદ્ધુના ઘરે પહોંચ્યા. 


સિદ્ધુ કેંપે અમરિન્દર સિંહ પાસે માફીની કરી માગણી
આ બધા વચ્ચે નવજોત સિંહ સિદ્ધુના સમર્થકોએ સીએમ પર પલટવાર કરતા કહ્યું કે માફી તો તેમણે માંગવી જોઈએ કારણ કે તેઓ જનતાને આપેલા વચનો પૂરા કરી શક્યા નથી. સિદ્ધુના નીકટના અને જાલંધર કેન્ટથી વિધાયક પરગટ સિંહે કહ્યું કે કેપ્ટન અમરિન્દર સિંહ માફીની વાત કરી રહ્યા છે. પરંતુ જોઈ કોઈએ માફી માંગવી જોઈએ તો તે સીએમ પોતે છે. જે જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે. 


Schools Reopen: ICMR ની દલીલ, સૌથી પહેલા Primary Schools ખોલવામાં આવે, ખાસ જાણો કારણ


તાજેતરમાં નવજોત સિંહ સિદ્ધુએ અનેકવાર કેપ્ટન અમરિન્દર સિંહ પર સીધા હુમલા કર્યા. મે મહિનામાં નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે લોકોના મુદ્દા ઉઠાવી રહેલા મંત્રી, અને સાંસદ પાર્ટીને મજબૂત કરી રહ્યા છે, પોતાના લોકતાંત્રિક કર્તવ્યોને પૂરા કરી રહ્યા છે અને પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સાચુ બોલનાર દરેક વ્યક્તિ તમારો દુશ્મન બની જાય છે. 


આ ઉપરાંત જ્યારે પંજાબમાં ગુરુ ગ્રંથ સાહિબ સાથે થયેલી બેઅદબીનો મામલો ચરમસીમાએ હતો ત્યારે નવજોત સિંહ સિદ્ધુએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું હતું કે હજુ સુધી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કેમ થઈ નથી. સિદ્ધુએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે તમે આમતેમની વાતો ન કરો, એ જણાવો કે ગુરુ સાહિબની બેઅદબી મામલે ઈન્સાફ કેમ મળ્યો નથી, નેતૃત્વ પર સવાલ છે, દાનત પર સવાલ છે. 


થોડા દિવસ પહેલા જ જ્યારે પંજાબમાં અચાનક વીજળી સંકટ પેદા થયું તો નવજોત સિંહ સિદ્ધુએ અનેક ટ્વીટ કરીને પંજાબ સરકાર પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે વીજ માફિયાઓ સાથે મીલીભગત, રાજ્ય સરકારનું મોંઘા ભાવે વીજળી ખરીદવા જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. 


મંત્રી છું તે પહેલા હું એક પિતા છું, મારી પુત્રી પણ ડૉક્ટર છે: આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા


હાલમાં જ જ્યારે આમ આદમી પાર્ટીએ નવજોત સિંહ સિદ્ધુના વખાણ કર્યા ત્યારે સિદ્ધુએ આ બહાને કેપ્ટન અમરિન્દર સિંહ પર કટાક્ષ કર્યો હતો. સિદ્ધુએ ટ્વીટ કરીને લખ્યું હતું કે વિપક્ષ મારા વખાણ કરે છે, જ્યારે કેટલાક કોંગ્રેસી કહે છે કે તમે જો આપમાં જશો તો કોઈ વાત નથી.... તમે જો કોંગ્રેસમાં રહેશો તો મુશ્કેલી થશે. 


નોંધનીય છે કે નવજોત સિંહ સિદ્ધુને લાંબા સમયથી હાઈ કમાન પ્રદેશ અધ્યક્ષ બનાવવા માંગતા હતા. પરંતુ કેપ્ટન અમરિન્દર સિંહ દીવાલ બનીને ઊભા હતા. તેમણે સતત સિદ્ધુને કોઈ પણ મહત્વનું પદ આપવાનો વિરોધ કર્યો. જો કે લાંબી અડચણો બાદ સિદ્ધુને આ કમાન મળી. હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન અને સિદ્ધુ વચ્ચેનું અંતર ઘટશે કે પછી કોંગ્રેસે આ આંતરિક વિખવાદનું પરિણામ ચૂંટણીમાં ભોગવવાનો વારો આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube