રાહુલ ગાંધીની જનસભામાં પહોંચ્યા નહી CM ચન્ની, જાખડે ભાજપને કર્યો સવાલ
પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી 2022 યોજાવાની છે. તે પહેલા અમૃતસર સહિત તમામ વીઆઈપી સીટો પર રાજકીય પારો ગરમાયો છે. ચૂંટણીના ધમાસાણ વચ્ચે રાહુલ ગાંધી આજે હોશિયારપુરમાં જાહેર સભા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સુનીલ જાખડ સહિત પંજાબ પ્રદેશ કોંગ્રેસ (પીસીસી)ના ઘણા નેતાઓ ત્યાં હાજર હતા.
ચંદીગઢઃ પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી 2022 યોજાવાની છે. તે પહેલા અમૃતસર સહિત તમામ વીઆઈપી સીટો પર રાજકીય પારો ગરમાયો છે. ચૂંટણીના ધમાસાણ વચ્ચે રાહુલ ગાંધી આજે હોશિયારપુરમાં જાહેર સભા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સુનીલ જાખડ સહિત પંજાબ પ્રદેશ કોંગ્રેસ (પીસીસી)ના ઘણા નેતાઓ ત્યાં હાજર હતા.
કેન્દ્ર સરકાર પર હુમલો
પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'દેશનો ખેડૂત ભૂખ્યો છે અને પીએમ મોદી તેમની મહેનત અને અધિકાર બેથી ત્રણ અબજપતિઓને આપવા માંગે છે. તેઓએ ન તો 2 મિનિટનું મૌન પાળીને વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી ના તો તેમના પરિવારોને કોઈ વળતર આપ્યું, જ્યારે રાજસ્થાન અને પંજાબની કોંગ્રેસ સરકારે મૃતક ખેડૂતોના પરિવારોને વળતરની રકમ સોંપી.
'ભાજપે આપ્યા ખોટા વચનો'
રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમએ બધાના બેંક ખાતામાં 15-15 લાખ રૂપિયા આપવાની સાથે બે કરોડ યુવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું શું થયું?
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube