નવી દિલ્હીઃ પંજાબમાં 2022 વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તેને લઈને વિભિન્ન રાજકીય પાર્ટીઓ અલગ-અલગ વચન આપી રહી છે. તો રાજકીય દળોએ ચૂંટણી સંબંધિત કમિટીઓની જાહેરાત પણ શરૂ કરી દીધી છે. આ વચ્ચે કોંગ્રેસ પંજાબ ઇલેક્શનની રચના કરી દીધી છે. પંજાબમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. 


કમિટીમાં ઘણા મોટા નામ છે સામેલ
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે સોમવારે તે જાણકારી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને સમિતિના સભ્યને બનાવવામાં આવ્યા છે. જ્યારે વરિષ્ઠ નેતા અંબિકા સોનીને સમન્વય સમિતિના અધ્યક્ષ અને સુનીલ જાખડને પ્રચાર સમિતિની કમાન સોંપવામાં આવી છે. પાર્ટીએ વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાને જાગેરાત પત્ર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, પ્રદશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર કૌર ભટ્ટલ, એચએસ હંસપાલ તથા મહેન્દ્ર સિંહને સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભા તથા લોકસભામાં પાર્ટીના સભ્યોની સાથે રાજ્ય સરકારના મંત્રીઓને પણ સમિતિમાં રાખવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube