Punjab Final Result All Seat: આપના વાવાઝોડામાં ઉડી કોંગ્રેસ, જાણો પંજાબની તમામ સીટોનું પરિણામ જાહેર
Punjab Election Result 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઈતિહાસ રચી દીધો છે. પંજાબમાં બમ્પર જીત સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. હવે ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી બનશે.
ચંદીગઢઃ પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ની તમામ સીટોનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામ પ્રમાણે આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. દિલ્હી બાદ દેશમાં હવે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી પંજાબમાં 92 સીટ જીતી ચુકી છે.
પંજાબમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે. કોંગ્રેસને માત્ર 18 સીટ મળી છે. શિરોમણિ અકાલી દળને ત્રણ અને ભાજપને બે સીટ મળી છે. એક સીટ બસપા અને એક સીટ પર અપક્ષ ઉમેદવારને જીત મળી છે. કેજરીવાલે પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનની સાથે એક ફોટો ટ્વીટ કરતા લખ્યુ- આ ઇંકલાબ માટે પંજાબના લોકોનો ખુબ-ખુબ આભાર.
પંજાબની તમામ 117 સીટોનું પરિણામ
આમ આદમી પાર્ટી- 92
કોંગ્રેસ - 18
શિરોમણિ અકાલી દળ- 3
બહુજન સમાજવાદી પાર્ટી-1
ભારતીય જનતા પાર્ટી- 2
અપક્ષ- 1
આ પણ વાંચોઃ Election Result 2022: ચરણજીત ચન્ની, પુષ્કર ધામી સહિત બે વર્તમાન અને પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણી હાર્યા
આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબમાં મજબૂત સફળતા મેળવી છે. વિધાનસભા ચૂંટણીમાં ત્રણ-ચતુર્થાંશ બહુમતી મેળવી, રાજ્યમાં તેના મોટાભાગના હરીફોને હાંસિયામાં ધકેલી દીધા. AAPએ પાર્ટીના સાંસદ ભગવંત માનને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તેમણે ગુરુવારે કહ્યું હતું કે તેઓ ચંદીગઢના રાજભવનમાં નહીં પણ ભગત સિંહના ગામ ખટકરકલાનમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube