ચંદીગઢઃ Punjab Assembly Elections: પંજાબમાં આ સમયે રાજકીય માહોલ ગરમ છે. સતત પાર્ટીઓ પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી રહી છે. હવે શિરોમણિ અકાલી દળે (Akali Dal) જાહેરાત કરી છે કે પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ (Parkash Singh Badal) પણ ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ સિવાય પૂર્વ મંત્રી બિક્રમ મજીઠિયા (Bikram Singh Majithia) બે સીટો પર વિધાનસભા ચૂંટણી લડશે. મજીઠિયા અમૃતસર ઈસ્ટથી ચૂંટણી લડી કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ને ટક્કર આપશે. આ સિવાય તે પોતાની જૂની સીટ મજીઠાથી પણ મેદાનમાં ઉતરવા તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે બુધવારે અમૃતસરમાં આ વાતની જાહેરાત કરી છે. અકાલી દળના આ નિર્ણય બાદ અમૃતસર ઈસ્ટ સીટ પર મુકાબલો રસપ્રદ બની ગયો છે. સિદ્ધુએ 2017ની ચૂંટણીમાં આ સીટ પર મોટી જીત હાસિલ કરી હતી. બિક્રમ મજીઠિયા 2007થી મજીઠા હલકેથી ચૂંટણી લડતા આવ્યા છે અને સતત ત્રણ વખત જીત મેળવી છે. હવે મજીઠિયાને અકાલી દળે સિદ્ધુ વિરુદ્ધ ઉતારવાનો નિર્ણય લીધો છે. 


આ પણ વાંચોઃ Google ના CEO સુંદર પિચાઈ વિરુદ્ધ મુંબઈમાં કેસ દાખલ, જાણો શું છે કારણ


આ સમયે મજીઠિયા મુશ્કેલીમાં ફસાયેલા છે. ડ્રગ્સ કેસમાં તેમની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે નકારી દીધી છે, હવે તેમની પાસે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ બચ્યો છે. હાઈકોર્ટે મજીઠિયાને સુપ્રીમ કોર્ટ જવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે. આમ તો મજીઠિયાને લઈને રાજકીય નિવેદનબાજી સતત થતી રહે છે. વિપક્ષી દળ તેના પર આ મામલાને લઈને નિશાન સાધી રહ્યા છે. જ્યારે અકાલી નેતા આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યાં છે. આગામી દિવસોમાં પંજાબના રાજકીય વાતાવરણમાં વધુ ગરમી આપવાની છે. આગામી મહિને ચૂંટણી માટે મતદાન થવાનું છે. તમામ પાર્ટીઓ જીત મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube