નવી દિલ્હીઃ પંજાબમાં આ વખતે ચૂંટણી સત્તાધારી કોંગ્રેસ અને ભાજપ બંને માટે મોટો પડકાર હતો. એક તરફ કોંગ્રેસે ચૂંટણી પહેલા પોતાના મુખ્યમંત્રી બદલ્યા તો બીજેપીએ આ વખતે જૂના સાથી અકાલી દળને છોડીને અમરિંદર સિંહ સાથે ચૂંટણી લડી હતી. આ સિવાય આમ આદમી પાર્ટીએ પણ રાજ્યમાં સારો જન આધાર તૈયાર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબમાં ચોતરફા મુકાબલો
પંજાબમાં સ્પર્ધા બેતરફી નહીં પરંતુ ચોતરફી છે. કોંગ્રેસ સામે સરકાર બચાવવાનો પડકાર છે. સાથે જ આમ આદમી પાર્ટીનો દાવો છે કે આ વખતે તેમની સરકાર બનશે. ભાજપ અને કેપ્ટન અમરિન્દરનું ગઠબંધન કોઈ મોટો દાવો  કરી રહ્યું નથી પરંતુ તેમની અવગણના કરી શકાય નહીં. તો બીજી તરફ બીજેપીને છોડીને આવેલા શિરોમણિ અકાલી દળ પોતાના દમ પર સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે.


પંજાબમાં દરેક પાર્ટી પોતાની જીતનો દાવો કરી રહી છે. પરંતુ ઘણા એવા પ્રશ્નો છે જે સતત ચર્ચામાં રહ્યા. સવાલ એ છે કે ચૂંટણી દરમિયાન પક્ષની અંદર મચેલા ઘમાસાણથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે? શું ચન્ની પર દાવ કોંગ્રેસનો દાવ સફળ રહેશે? શું ભગવંત માનને સીએમ ચહેરો બનાવવાનો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો છે? આ તમામ પ્રશ્નોના જવાબ જનતાએ તેમના મતથી આપી દીધા છે અને હવે પરિણામોનો વારો છે.


ત્રણ રીઝનમાં પંજાબનો પોલ
પંજાબ 3 રીઝનમાં વહેંચાયેલું છે અને અમે અમારા એક્ઝિટ પોલને પણ આ ત્રણ રીઝનમાં વહેંચ્યા છે. આ ત્રણ રીઝન માંઝા, દોઆબ અને માલવા છે. પંજાબની એકંદર બેઠક પરના એક્ઝિટ પોલના પરિણામો જણાવતા પહેલા આ ત્રણેય રીઝનમાં એક્ઝિટ પોલનું ચિત્ર શું છે.


અહી માઝા રીઝનમાં કુલ 25 બેઠકો છે. ZEE NEWS અને DESIGN BOXED અનુસાર, કોંગ્રેસને 5-7 બેઠકો, SAD + 5-8 બેઠકો, આમ આદમી પાર્ટીને 11-14 બેઠકો, ભાજપ ગઠબંધનને માઝામાં એકપણ બેઠક મળી રહી નથી. અહીં અન્યનું ખાતું ખોલવું પણ મુશ્કેલ છે. AAPને માઝા ક્ષેત્રમાં સૌથી વધુ બેઠકો મળવાની આશા છે.


આ જ રીતે દોઆબામાં કુલ 23 સીટો છે. એક્ઝિટ પોલ અનુસાર, અહીં કોંગ્રેસને 9-10 બેઠકો, શિરોમણી અકાલી દળ ગઠબંધનને 8-10 બેઠકો, આમ આદમી પાર્ટીને 3-5 બેઠકો, બીજેપી ગઠબંધનને 1-2 બેઠકો મળી રહી છે, અન્યને કોઈ બેઠક દેખાતી નથી. કોંગ્રેસને દોઆબામાં સૌથી વધુ બેઠકો મળવાની આશા છે.


માલવામાં કુલ 69 બેઠકો છે અને એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને 12-16 બેઠકો, શિરોમણી અકાલી દળ ગઠબંધનને 10-14 બેઠકો, આમ આદમી પાર્ટીને 38-42 બેઠકો, ભાજપ ગઠબંધનને 2-5 બેઠકો મળી રહી છે. બીજી તરફ 1-2 સીટો અન્યના ખાતામાં જઈ શકે છે. માલવા ક્ષેત્રમાં AAP સૌથી મોટી પાર્ટી બની શકે છે.


AAP સૌથી મોટી પાર્ટી
ZEE NEWS DESIGN BOXED ના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને પંજાબમાં 26-33 સીટો મળી શકે છે. શિરોમણી અકાલી દળ ગઠબંધનને 24-32 બેઠકો મળી શકે છે. આમ આદમી પાર્ટીને 52-61 બેઠકો મળવાની સંભાવના છે. ભાજપ ગઠબંધનને 3-7 બેઠકો મળવાની શક્યતા છે. અન્યના હિસ્સામાં 1-2 બેઠકો આવી શકે છે. એટલે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે.


ઓવરઓલ વોટ શેર એટલે પંજાબમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર મળી શકે છે. પોલમાં કોંગ્રેસને 25 ટકા વોટ શેર મળવાની સંભાવના છે. શિરોમણી અકાલી દળ ગઠબંધનને 24 ટકા વોટ શેર મળવાની શક્યતા છે. આમ આદમી પાર્ટીને 39 ટકા વોટ શેર મળવાની સંભાવના છે. ભાજપ ગઠબંધનને 06 ટકા વોટ શેર મળવાની સંભાવના છે. અન્યના ભાગમાં 06 ટકા વોટ શેર આવી શકે છે.


ગત ચૂંટણીમાં હતા આવા પરિણામો
જો ગત ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 39% વોટ મળ્યા હતા. શિરોમણી અકાલી દળને 25% મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીને 24 ટકા વોટ મળ્યા હતા. ભાજપને 5 ટકા અને અન્યને 7 ટકા વોટ મળ્યા હતા. ગત ચૂંટણીમાં 117 બેઠકોમાંથી, કોંગ્રેસને 77, શિરોમણી અકાલી દળને 15, ભાજપને 03, આમ આદમી પાર્ટીને 20 અને અન્યને 02 બેઠકો મળી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube