અમૃતસર એટેક: મુખ્ય આરોપીની ધરપકડ, સામે આવ્યું પાક. અને ઇટાલી કનેક્શન
અમૃતસરના નિરંકારી ભવન પર હૂમલામાં સમાવિષ્ટ મુખ્ય આરોપીને પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે
ચંડીગઢ : પંજાબ પોલીસ શનિવારે અમૃતસર ગ્રેનેડ એટેકના મુખ્ય આરોપીની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અમૃતસરમાં નિરંકારી સત્સંગ ભવનમાં થયેલા હૂમલામાં ત્રણ લોકો મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થઇ ગયા હતા. પોલીસના અનુસાર ધરપકડ કરવામાં આવેલા આરોપીનાં સંબંધ પાકિસ્તાનનાં કેટલાક લોકો અને ખાલિસ્તાન સમર્થકો સાથે છે. આરોપીનો સંબંધ પાકિસ્તાનનાં કોઇ જાવેદ અને ઇટાલીમાં બેઠેલા ખાલિસ્તાન સમર્થક પરમજીત સિંહ બાબા સાથે પણ હોવાનું સામે આવી રહ્યું છે.
પંજાબના પોલીસ મહાનિર્દેશક (DGP) સુરેશ અરોરાએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા મુખ્ય આરોપીનું નામ અવતારસિંહ છે. ડીજીપીના અનુસાર આરોપીની પાસે હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર અવતાર જ તે વ્યક્તિ હતા જેણે નિરંકારી ભવનમાં લોકોની ઉપર પાકિસ્તાન ગ્રેનેડ વડે હુમલો કર્યો. આ હુમલો 18 નવેમ્બરે થયો હતો.
ખાલિસ્તાનીઓ સાથે પણ છે આરોપીઓનો સંબંધ
ડીજીપીએ કહ્યું કે, અવતારના સંબંધ પાકિસ્તાનનાં કોઇ જાવેદ અને ઇટાલીમાં બેઠેલા ખાલિસ્તાન સમર્થક પરમજીત સિંહ બાબા સાથે છે. તમને જણાવી દઇએ કે આ હૂમલામાં ત્રણ લોકો ઠાર મરાયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા. જેના કારણે પંજાબના મુખ્યમંત્રી અમરરિંદર સિંહે આ આતંકવાદી હૂમલો કર્યો હતો.
તે પહેલા અવતારસિંહના સહયોગી વિક્રમજીતસિંહને પંજાબ પોલીસે બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આરોપ છે કે આ હુમલા દરમિયાન વિક્રમજીતે નિરંકારી ભવનનાં ગેટમેનને બંદુકના નિશાન પર રાખ્યા હતા. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ઘટના માટે પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને ખાલિસ્તાન સમર્થન ગ્રુપ ખાલિસ્તાન લિબરેશન ફ્રંટને જવાબદાર ગણાવ્યા હતા.