નવી દિલ્હી: પંજાબ (Punjab) કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક કલેહ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુએ બુધવારે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો છે. પંજાબ કોંગ્રેસ (Punjab Congress) ના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુનું આ પહેલું નિવેદન છે. સિદ્ધુનું કહેવું છે કે તેઓ પોતાના મુદ્દા સાથે સમાધાન નહીં કરી શકે, હક અને સત્યની લડત તેઓ લડતા રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) એ કહ્યું, વ્હાલા પંજાબીઓ, 17 વર્ષની રાજકીય સફર એક હેતુ સાથે કરી છે. પંજાબના લોકોની જિંદગી સારી બનાવવી અને મુદ્દાની રાજનીતિ કરવી. આ મારો ધર્મ હતો અને આ જ મારી ફરજ છે. મે કોઈ અંગત લડાઈ લડી નથી, મારી લડાઈ મુદ્દાઓની છે. પંજાબનો પોતાનો એક એજન્ડા છે. આ એજન્ડાની સાથે હું મારા હક-સત્યની લડાઈ લડતો રહ્યો છું. આ માટે કોઈ સમાધાન છે જ નહીં. 


નવજોત સિંહ સિદ્ધુએ વધુમાં કહ્યું કે મારા પિતાએ મને એક વાત શીખવાડી છે, જ્યાં પણ મુશ્કેલી ઊભી થાય ત્યાં સત્યની લડાઈ  લડો. જ્યારે પણ હું જોઉ છું કે સત્ય સાથે સમાધાન કરુ છું, જ્યારે હું જોઉ છું કે જેમણે થોડા સમય પહેલા બાદલ સરકારને ક્લિન ચીટ આપી, બાળકો પર ગોળીઓ ચલાવી, તેમને જ ઈન્સાફની જવાબદારી સોંપી હતી. જેમણે ખુલીને જામીન આપ્યા, તેઓ એડવોકેટ જનરલ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube