BSF ને વધારાની શક્તિ આપતા પંજાબમાં વિરોધ, CM ચરણજીત ચન્નીએ કરી આ માંગ
કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સરહદવાળા વિસ્તારમાં સરહદ સુરક્ષા દળના અધિકાર ક્ષેત્રને વધારી દીધુ છે. આ મુદ્દા પર પંજાબની કોંગ્રેસ સરકાર અને શિરોમણિ અકાલી દળે કેન્દ્રનો વિરોધ કર્યો છે.
ચંડીગઢઃ દેશના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના અધિકાર ક્ષેત્ર વધારવાનો પંજાબની કોંગ્રેસ સરકાર અને શિરોમણી અકાલી દળે (SAD) વિરોધ કર્યો છે. બંને પાર્ટીઓએ આ નિર્ણયને સંઘીય માળખા પર હુમલો ગણાવતા તેને પરત લેવાની માંગ કરી છે.
સંઘીય માળખા પર સીધો હુમલોઃ સીએમ ચન્ની
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ટ્વીટ કરી કહ્યુ- હું BSF ને આંતરરાષ્ટ્રીય સરહદવાળા વિસ્તારમાં વધારાનો પાવર આપવાનો વિરોધ કરુ છું. આ દેશના સંઘીય માળખા પર સીધો હુમલો છું. હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આગ્રહ કરુ છું કે તે આ નિર્ણયને તત્કાલ પરત લેવાની જાહેરાત કરે.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબીયત બગડી, દિલ્હી AIIMSમાં દાખલ
તસ્કરો- ઉગ્રવાદીઓ વિરુદ્ધ મળ્યો પાવર
કેન્દ્ર સરકારે સીઆરપીસી Passport Act and Passport (Entry to India) Act હેઠળ બોર્ડર સિક્યોરિટી ફોર્ને આ કાર્યવાહી કરવાનો અધિકાર આપ્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી બીએસએફને પશ્ચિમ બંગાળ, પંજાબ અને અસમમાં તસ્કરો અને ઉગ્રવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં મદદ મળશે. આ 3 રાજ્યો સિવાય જે સ્ટેટના બોર્ડર વિસ્તાર પર બીએસએફની તૈનાતી થશે, ત્યાં પર પણ તે આ અધિકારનો ઉપયોગ કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube