નવી દિલ્હીઃ Punjab Politics Latest: પંજાબ (Punjab) માં કોંગ્રેસ ખુદ જ સરકાર અને વિપક્ષની ભૂમિકા નિભાવી રહી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ના આરોપો પર મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) એ શનિવારે પલટવાર કર્યો છે. ચન્નીએ કહ્યુ કે, હું ગરીબ છું, પણ નબળો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું ગરીબ છું પરંતુ નબળો નથી
CM ચરણજીત સિંહ ચન્ની શનિવારે સતલુજ નદી પર પુલની આધારશિલા રાખવા માટે રૂપનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઇશારા ઇશારામાં સિદ્ધુનો આકરો જવાબ આપ્યો અને કહ્યુ કે, ધીમે-ધીમે પંજાબના તમામ મુદ્દાનો ઉકેલ લાવી દેશે. 


મુખ્યમંત્રી ચન્ની (Charanjit Singh Channi) એ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ, હું ગરીબ છું પરંતુ નબળો નથી. હું અપમાન સહિત પંજાબની જનતાના તમામ મુદ્દા હલ કરી શકુ છું. હવે તો પંજાબની જનતા કહેવા લાગી છે કે ઘર-ઘર દે વિચ ચલી ગલ, ચન્ની કરદા મસલે હલ. 


આ પણ વાંચોઃ AIMS ડાયરેક્ટર ડો. ગુલેરિયાની ચેતવણી- 'કોરોના કેસમાં થઈ શકે છે સૌથી મોટો વિસ્ફોટ'


સિદ્ધુને આપ્યો સંદેશ
મુખ્યમંત્રી ચન્નીનું આ ભાષણ પાર્ટી અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ માટે સીધો સંદેશ માનવામાં આવી રહ્યો છે કે તે તેની ધમકીથી દબાવાના નથી અને ધીમે-ધીમે પોતાની સરકાર ચલાવતા રહેશે. ચન્નીના આ સ્પષ્ટ નિવેદન બાદ હવે સિદ્ધુ તરફથી તેના પર રાજકીય હુમલો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 


મહત્વનું છે કે નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) એ શુક્રવારે પંજાબમાં પત્રકાર પરિષદ કરતા કહ્યુ હતુ કે તે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના રૂપમાં પોતાનું કામ કરવાનું જારી રાખશે. પરંતુ તે પોતાનું પદ તે દિવસે સંભાળશે જ્યારે પંજાબમાં નવા ડીજીપી અને એડવોકેટ જનરલની નિમણૂક થઈ જશે. 


આ પણ વાંચોઃ UP ચૂંટણીમાં જિન્ના પર રાજકીય જંગ, CM યોદી અને અખિલેશ યાદવ ફરી આમને-સામને


પોતાની સરકાર પર હુમલો કરી રહ્યા છે સિદ્ધુ
સિદ્ધુની ધમકી બાદ પંજાબના એડવોકેટ જનરલ એપીએસ દેઓલ પોતાના પદ પરથી રાજીનામુ આપી ચુક્યા છે. તો સીએમ ચન્ની સરકારે નવા ડીજીપીની પસંદગી કરવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને 10 નામોની યાદી મોકલી છે. પંચ તેમાંથી કોઈ 3 નામોને શોર્ટલિસ્ટ કરીને મોકલશે. ત્યારબાદ સરકાર તેમાંથી કોઈ એક નામને પસંદ કરીને નવા ડીજીપીની નિમણૂંક કરી શકશે. 


મુખ્યમંત્રી ચન્ની આ મામલામાં ધીમે-ધીમે કામ કરી રહ્યા છે. પરંતુ તે સિદ્ધુની સામે ઝુકવા તૈયાર નથી, તેથી તે સિદ્ધુને ઈશારા ઈશારામાં જવાબ આપી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube