નવી દિલ્હીઃ Punjab polls 2022: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Former Punjab Chief Minister Captain Amarinder Singh) બુધવારે જાહેરાત કરી કે તે પોતાની રાજકીય પાર્ટી બનાવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ- એક વખત ચૂંટણી પંચમાંથી મંજૂરી મળ્યા બાદ તે જલદી પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હની જાહેરાત કરશે. તેમણે ચંડીગઢમાં (Chandigarh) એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું- ચૂંટણી પંચ પાસે મંજૂરી મળ્યા બાદ પાર્ટીની રચના થશે અને મારા વકીલ તેના પર કામ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) એ પંજાબમાં પોતાની સરકારની 4.5 વર્ષની સિદ્ધિઓ ગણાવી અને પત્રકાર પરિષદમાં બધાને જણાવી હતી. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ- જ્યારે સમય આવશે તો અમે તમામ 117 વિધાનસભા સીટો પર ચૂંટણી લડીશું. પછી ભલે તે કોઈ પાર્ટી સાથે ગઠબંધન હોય કે પછી બધી સીટો પર ઉમેદવાર ઉતારવા પડે. 


આ પણ વાંચોઃ Class 10, 12 Exam 2022: શું રદ્દ થઈ જશે CBSE ક્લાસ 10 અને 12ની ટર્મ-1ની પરીક્ષા, બોર્ડે લીધો મોટો નિર્ણય  


કેપ્ટન અમરિંદર સિંહે પોતાની પત્રકાર પરિષદમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ  (Navjot Singh Siddhu) ના સંબંધમાં વાત કરતા કહ્યુ કે, તે જ્યાંથી ચૂંટણી લડશે, અમે તેની વિરુદ્ધ ઉમેદવાર ઉતારીશું. ઉલ્લેખનીય છે કે સિદ્ધુએ કેપ્ટન અમરિંદર સિંહને નિશાન બનાવતા ટ્વીટ કર્યુ છે. તેના પર પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ, તેને કંઈ ખ્યાલ નથી, તે વધુ બોલે છે, તેને મગજ નથી. મેં ક્યારેય અમિત શાહ અને ઢિંઢસા સાથે આ સંબંધમાં વાત કરી નથી, પરંતુ હું કરીશ. હું કોંગ્રેસ, શિરોમણી અકાલી દલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ મજબૂતીથી લડવા ઈચ્છુ છું. હું તેમની સાથે વાત કરીશ અને આ પાર્ટીઓને હરાવવા માટે સંયુક્ત મોર્ચો બનાવીશ. 


વીડિયોમાં જુઓ નવજોત સિંહ સિદ્ધુએ કેપ્ટન અમરિંદર સિંહ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ શું કહ્યું..


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube