ચંદીગઢ: શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ મંગળવારે પંજાબના ફિરોઝપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીને લઈને મોટો દાવો કર્યો છે. મજીઠિયાએ કહ્યું કે પીએમ મોદીની ગત પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી એ ચરણજીત સિંહ ચન્ની સરકારનું કાવતરું હતું. તેમણે આરોપ લગાવ્યો કે સીએમ ચન્નીના ઘરે ષડયંત્ર રચવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ચન્ની સરકાર જવાબદારી બચી રહી છે'
અકાલી નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ પણ મુખ્યમંત્રી ચન્ની પર સુરક્ષામાં ખામી હોવાના મુદ્દાને ઓછો દર્શાવવાનો અને તેની જવાબદારીમાંથી છટકી જવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, 'અમે અગાઉ પણ જોયું છે કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને હાર પહેરાવવા આવેલા લોકોએ કેવી રીતે તેમનો જીવ લીધો.' શિરોમણી અકાલી દળ અગાઉ ભાજપની સાથે હતું.


NDPS એક્ટ હેઠળ તેમની સામે નોંધાયેલા કેસમાં આગોતરા જામીન મળ્યા બાદ મજીઠિયાએ આ વાત કરી છે. પીએમ મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી હોવાના મુદ્દે મજીઠિયાએ કહ્યું કે તેમની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી અથવા પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પ્રવાસ કરે છે, ત્યારે તેમના રસ્તાઓ રોકાતા નથી, પરંતુ તેમ છતાં અન્ય માર્ગો પર જવાની તેમની યોજના તૈયાર કરવામાં આવે છે.


આ પણ વાંચોઃ Coronavirus Symptoms in Children: બાળકોમાં જોવા મળતું કોરોનાનું પ્રથમ લક્ષણ, આ નજર આવે તો થઈ જજો એલર્ટ


'સિદ્ધુ અને રંધાવા પણ કાવતરામાં સામેલ'
મજીઠિયાએ પૂછ્યું કે શા માટે રાજ્ય સરકાર પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક માર્ગ શોધવામાં નિષ્ફળ રહી. અકાલી દળના નેતાએ આરોપ લગાવ્યો કે, "ભાજપ અને સમગ્ર સિસ્ટમને અસ્વસ્થ બનાવવા માટે આ એક સુનિયોજિત કાવતરું હતું અને કોણ આ કાવતરું ઘડી રહ્યું હતું?" જેમાં તત્કાલિન ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, ચન્ની, નાયબ મુખ્યમંત્રી સુખજિંદર રંધાવા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુનો સમાવેશ થાય છે.


બીજીતરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીના મામલા પર સુપ્રીમ કોર્ટ બુધવારે ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે સંકેત આપ્યો છે કે પીએમની સુરક્ષામાં ચુક મામલાની હાઈ લેવલ તપાસ થશે, સાથે સુરક્ષા ખામીની તપાસ માટે નિવૃત્ત જજ તરફથી તપાસના સંકેત આપવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube