OP Soni Arrested: પંજાબ વિજિલન્સ (Punjab Vigilance) ના રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ ઓપી સોનીની રવિવાર (9 જુલાઈ) એ ધરપકડ કરી છે. ઓપી સોની કોંગ્રેસ (Congress)ના સીનિયર લીડર છે. તેમને સોમવારે અમૃતસર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના આદેશ પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલ અભિયાન વચ્ચે આ પગલું ભર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબના સૂચના અને જનસંપર્ક વિભાગે કહ્યુ કે પંજાબ વિજિલન્સ બ્યૂરોએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઓપી સોનીને 2016થી 2022ના સમયગાળા દરમિયાન આવકના સ્ત્રોતો કરતા વધુ સંપત્તિ ભેગી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. 


અમૃતસરમાં દાખલ થઈ એફઆઈઆર
વિજિલન્સ બ્યૂરો સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓપી સોની વિરુદ્ધ પોલીસ સ્ટેશન વિજિલન્સ બ્યુરો, અમૃતસર રેન્જમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13 (1) (બી) અને 13 (2) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તપાસના આદેશ બાદ 10 ઓક્ટોબર 2022ના રોજ FIR નોંધવામાં આવી હતી.


આ પણ વાંચોઃ ભારતમાં આ શહેરમાં નોકરી કરતા લોકોને મળે છે સૌથી વધુ પગાર, સર્વેમાં સામે આવ્યા આંકડા


શું છે પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ પર આરોપ?
પ્રવક્તાએ જણાવ્યું કે 1 એપ્રિલ 2016થી 31 માર્ચ 2022ના સમયગાળા દરમિયાન પૂર્વ ડેપ્યુટી સીએમ અને તેના પરિવારની આવક 4.52 કરોડ રૂપિયા હતી, જ્યારે તેનો ખર્ચ 12.48 કરોડ રૂપિયા હતો. અધિકારી અનુસાર આ ખર્ચ તેની આવકના સ્ત્રોતથી લગભગ 176.08% વધુ છે. આરોપી ઓપી સોનીએ કથિત રીતે આ સમયગાળા દરમિયાન પોતાના પત્ની અને પુત્રના નામે સંપત્તિ ભેગી કરી હતી. પ્રવક્તાએ કહ્યું કે આ મામલામાં આગળ તપાસ ચાલી રહી છે. 


કોંગ્રેસના નેતાઓ પર કાર્યવાહી ચાલુ
ભારત ભૂષણ આશુ, સાધુ સિંહ ધરમસોત અને સુંદર અરોરા પછી ઓપી સોની વિજિલન્સ બ્યુરો દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા ચોથા ભૂતપૂર્વ કોંગ્રેસ મંત્રી છે. કોંગ્રેસના આ પૂર્વ મંત્રી હાલમાં પંજાબમાં AAP સરકાર હેઠળ પોલીસ કસ્ટડીમાં છે.


ચરણજીત સિંહ ચન્નીની સરકાર દરમિયાન ઓમ પ્રકાશ સોની નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમ પ્રકાશ સોની પાંચ વખત અમૃતસરથી ચૂંટણી જીત્યા છે અને કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube