Deep Sidhu Death: પંજાબી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા દીપ સિદ્ધુનું મંગળવારે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. દિલ્હી નજીક કુંડલી બોર્ડર પર તેમની કાર ક્રેશ થઈ હતી, જેમાં તેમણે જીવ ગુમાવ્યો હતો. દીપ સ્કોર્પિયો કારમાં હતો ત્યારે તેમની ગાડી એક ટ્રોલી સાથે ટકરાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અભિનેતાનું નામ ખેડૂતોના આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યું હતું. દિલ્હીના લાલ કિલ્લામાં થયેલી હિંસામાં દીપ સિદ્ધુ આરોપી હતો. બાદમાં અભિનેતાને જામીન મળી ગયા હતા.


સોનીપતના ખરખોડા પાસે થયો અકસ્માત
સૂત્રોના જણાવ્યા અનુસાર દીપ સિદ્ધુ તેની સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યો હતો. સોનીપતના ખરખોડા પાસે તેમની કારનો સામે જઈ રહેલા કન્ટેનર સાથે અકસ્માત થયો હતો. કારમાં તેની સાથે બે મિત્રો પણ મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ત્રણેયને ઈજા થઈ હતી. અકસ્માત બાદ પોલીસે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જ્યાં અભિનેતા દીપ સિદ્ધુનું મૃત્યુ થયું. જ્યારે તેના બંને મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે.


દીપ સિદ્ધુ લાલ કિલ્લાની હિંસાથી આવ્યો હતો ચર્ચામાં
તમને જણાવી દઈએ કે દીપ સિદ્ધુ ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ 26 જાન્યુઆરીએ યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં ભાગ લીધો હતો. તે દરમિયાન આંદોલન સાથે સંકળાયેલા ઘણા લોકોએ હિંસાની ઘટનાઓને અંજામ આપ્યો હતો અને લાલ કિલ્લા પર ચઢીને ધાર્મિક ધ્વજ લહેરાવ્યો હતો. આ હિંસામાં લગભગ 500 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.


હાલમાં જામીન પર હતો બહાર
એવો આરોપ હતો કે અભિનેતા દીપ સિદ્ધુએ લાલ કિલ્લા પર આ હિંસા ભડકાવી હતી. બાદમાં આ મામલામાં દીપ સિદ્ધુ વિરુદ્ધ અનેક કેસ નોંધવામાં આવ્યા હતા અને તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. દીપ સિદ્ધુ આ દિવસોમાં કોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલની બહાર હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube