નવી દિલ્હી: પંજાબી ગાયક દલેર મહેંદી ભાજપમાં જોડાઈ ગયા છે. દિલ્હી  ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધનની હાજરીમાં દલેર મહેંદી ભાજપમાં જોડાયા. આ અગાઉ પંજાબી ગાયક હંસરાજ હંસને પણ ભાજપે દિલ્હીની નોર્થ વેસ્ટ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે થોડા દિવસ અગાઉ પંજાબી સિંગર હંસરાજ હંસ અને અભિનેતા સન્ની દેઓલ પણ ભાજપમાં જોડાયા હતાં. ભાજપે હંસરાજ હંસને ઉત્તર પશ્ચિમ દિલ્હીની બેઠક અને સન્ની દેઓલને પંજાબના ગુરદાસપુરથી ટિકિટ આપી છે. હવે દલેર મહેંદી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. કહેવાય છે કે દલેર મહેંદીને ભાજપ પંજાબની કોઈ બેઠક પરથી મેદાનમાં ઉતારી શકે છે. 


PM મોદીએ વારાણસી બેઠક માટે ઉમેદવારી નોંધાવી, NDAના દિગ્ગજ નેતાઓ રહ્યાં હાજર


દહેર મહેંદીનો જન્મ 18 ઓગસ્ટ 1967ના રોજ બિહારના પટણામાં થયો હતો. બાળપણથી જ ગાવાનો શોખ હતો. 5 વર્ષની ઉંમરમાં જ દલેરે ગાયિકી શીખવાનું શરૂ કરી દીધુ હતું. વર્ષ 1955માં દલેર મહેંદીએ પોતાનો પહેલો મ્યુઝિક આલ્બમ રેકોર્ડ કર્યો. બોલો તા રા રા નામના આ આલ્બમને ખુબ લોકપ્રિયતા મળી હતી. જેણે દલેર મહેંદીને એક ઓળખ અપાવી દીધી. તે સમયે આલ્બમની લગભગ 20 મિલિયન કોપી વેચાઈ હતી. 1998માં દલેર મહેંદીનો વધુ એક આલ્બમ તુનક તુનક રિલિઝ થયો. જેણે દલેર મહેંદીને એક બ્રાન્ડ બનાવી દીધો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...