દેહરાદૂનઃ ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભારે બહુમત સાથે સત્તામાં વાપસી કરી રહી છે. આ ઉત્તરાખંડના ઈતિહાસમાં પ્રથમવાર એવું થવા જઈ રહ્યું છે કે કોઈ પાર્ટી સતત બીજીવાર પ્રદેશમાં સરકાર બનાવશે. પરંતુ વર્તમાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી માટે ખરાબ સમાચાર આવ્યા છે. ખટીમા વિધાનસભા સીટથી ધામીએ હારનો સામનો કરવો પડ્યો છે. તેમને કોંગ્રેસના ભુવન કાપડીએ છ હજારથી વધુ મતોથી પરાજય આપ્યો છે. એટલે કે ધામીની હારથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યને નવા મુખ્યમંત્રી મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાખંડની ચૂંટણીના સામે આવેલા પરિણામ પ્રમાણે ભુવન ચંદ કાપડી યુવા નેતા છે અને ઉત્તરાખંડ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે, જેણે ધામીને હરાવી દીધા છે. યુવાઓ વચ્ચે લોકપ્રિય ભુવન ચંદ કાપડી ઉત્તરાખંડ યુથ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ પુષ્કર સિંહ ધામીને ટક્કર આપી હતી. ત્યારે ધામીએ માત્ર 2709 મતોથી જીત મેળવી હતી. 


આ પણ વાંચોઃ પંજાબમાં મહાજીત બાદ બોલ્યા કેજરીવાલ, કહ્યું- આપણે નફરતની નહીં સેવાની રાજનીતિ કરવી છે


મુખ્યમંત્રી ધામીનો થયો પરાજય
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પોતાના છ મહિનાના મુખ્યમંત્રીના કાર્યકાળમાં ખટીમામાં પૂર્વમાં પ્રસ્તાવિત કામોને ઝડપથી પૂરા કામ કરાવ્યા તો નવા કાર્યોનો પણ પ્રારંભ કરાવ્યો હતો. પરંતુ આ કામ પણ મુખ્યમંત્રી ધામીને કામ લાગ્યા નહીં. મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા મુખ્ય કામોમાં ચકરપુરમાં સ્ટેડિયમનો શિલાન્યાસ, પૂર્વ સૈનિકોમાટે સીએસડી કેન્ટીન, જનજાતિના વિદ્યાર્થીઓ માટે એકલવ્ય સ્કૂલ, એનએસ 125 બાઈપાસનું નિર્માણ, રોડવેઝ બસ સ્ટેશનના લોકાર્પણનું કામ છે. આ સિવાય શહેરમાં ગટર લાઈન, ગટરને બંધ કરવી, રોડ બનાવવા અને નગરનું સૌંદર્યીકરણ સામેલ છે. 


મુખ્યમંત્રીની હારના મુખ્ય કારણો
- કિસાન આંદોલન
- જાતિય સમીકરણ ફેલ
- ચૂંટણીમાં ઉમેદવારી બાદ માત્ર ચાર વખત ગયા ખટીમા
+ અન્ય સીટો પર ફોકસ
- પ્રચારને કારણે પ્રદેશમાં ભ્રમણ


આ પણ વાંચોઃ ગરીબોને રાશન, યોગીનું શાસન, મોદીનું ભાષણ, કઈ રીતે ભાજપે યુપીમાં ધ્વસ્ત કર્યા તમામ સમીકરણ


ભાજપ રચશે ઈતિહાસ
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં અત્યાર સુધી ચાર વિધાનસભા ચૂંટણીનો ઈતિહાસ બે દાયકા જૂનો છે. ઉત્તરાખંડમાં છેલ્લી ચાર ચૂંટણીમાં એકવાર ભાજપે તો એકવાર કોંગ્રેસે સત્તા હાસિલ કરી છે. કોઈ પાર્ટી રાજ્યમાં સતત બીજીવાર સરકાર બનાવી શકી નથી. 2002ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી તો 2007માં ભાજપે જીત મેળવી હતી. ફરી 2012માં કોંગ્રેસે જીત મેળવી અને હરીશ સિંહ રાવત મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ ભાજપે 2017માં સત્તામાં ફરી વાપસી કરી હતી. 


એક્ઝિટ પોલમાં જોવા મળી હતી ટક્કર
7 માર્ચે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. રાજ્યમાં બંને મુખ્ય પાર્ટીઓ વચ્ચે ટક્કર અથવા તો ત્રિશંકુ વિધાનસભાની શક્યતા સામે આવી હતી. પરંતુ હવે જ્યારે ચૂંટણી પરિણામ સામે આવ્યા છે તો ઉત્તરાખંડમાં ભાજપ 48 જેટલી સીટો સાથે સત્તામાં  વાપસી કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube