ચિંગદાઓ : વિશ્વનાં શક્તિશાળી જી7નું સમ્મેલન આ વખતે મજાક બનતું જોવા મળી રહ્યું છે. પહેલા ટ્રમ્પે સમ્મેલનમાં સંયુક્ત નિવેદન અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો તે હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તેને રચનાત્મક ગપશપ કહીને એક પ્રકારે રદ્દ કરી દીધી છે. ટ્રમ્પે જ્યાં પોતાની વ્યાપાર નીતિઓની ટીકા મુદ્દે વિફર્યા છે તો પુતિન બ્રિટનનાં એઝન્ટને કથિત રીતે ઝેર આપવાનાં આરોપની જી7 દ્વારા પૃષ્ટિ કરવા મુદ્દે આ નિવેદનની આલોચના કરી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સીરિયાનાં મુદ્દે ગ્રુપ સાતનાં દેશોની આલોચનાને રચનાત્મક ગપશપ ગણાવીને ફગાવી દીધી અને કહ્યું કે, તે ફરીથી સહયોગ ચાલુ કરવાનો સમય છે. ચીની શહેર ચિંગદાઓમાં જ્યારે પુતિનને જી7 સંયુક્ત નિવેદન અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મારૂ માનવું છે કે રચનાત્મક ગપશપ બંધ કરવા અને અસલ સહયોગ સાથે જોડાયેલા નક્કર મુદ્દાઓની તરફ વધતી જરૂરિયાત છે. 

તેમણે કહ્યું કે, જી7 દેશો એકવાર ફરીથી તે પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા કે માર્ચમાં બ્રિટનમાં એક પુર્વ બેવડા એઝન્ટ અને તેની પુત્રીને ઝેર આપવા પાછળ રશિયાનો હાથ હતો. સંયુક્ત નિવેદનમાં ટ્રમ્પની નીતિઓ પર પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ પણ પોતાનાં પ્રતિનિધિઓને જી7 સંયુક્ત નિવેદનની પૃષ્ટી નહી કરવા માટે કહ્યું છે.