ભારતની મોટી કૂટનીતિક જીત થઈ છે. કતારે આઠ ભારતીય પૂર્વ નેવી અધિકારીઓને છોડી મૂક્યા છે. તેઓ જાસૂસીના આરોપનો સામનો કરી રહ્યા હતા. તેમને મોતની સજા સંભળાવવામાં આવી હતી. ભારતની ભલામણ પર તેમની સજાને કતારના અમીરે અગાઉ ઘટાડી હતી અને ઉમરકેદમાં ફેરવી હતી. હવે વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ તેમને છોડી મૂકવામાં આવ્યા છે અને તેમાંથી સાત પૂર્વ નેવી અધિકારીઓ ભારત પાછા પણ ફર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયે  કહ્યું કે ભારત સરકાર કતારમાં ધરપકડ કરાયેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરનારા આઠ ભારતીય નાગરિકોના છૂટકારાનું સ્વાગત કરે છે. આઠમાંથી સાત ભારતીયો ભારત પાછા ફર્યા છે. અમે આ નાગરિકોના છૂટકારા અને ઘર વાપસીને સક્ષમ કરવા માટે કતારના અમીરના નિર્ણયને બિરદાવીએ છીએ. 


કતારમાં ધરપકડ કરાયેલા 8 ભારતીયોમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બીરેન્દ્રકુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી,  કમાન્ડર સુગુનાકર પકાલા,કમાન્ડર સંજીવ ગુપ્તા અને સલર રાગેશ સામેલ હતા. આ અગાઉ ભારત સરકાર તરફથી મોતની સજા વિરુદ્ધ દાખલ કરાયેલી અપીલને કતાર કોર્ટે સ્વીકારી હતી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube