નવી દિલ્હી: હિંદુ ધર્મમાં લગ્ન ૧૬ સંસ્કારોમાં એક છે. ધાર્મિક માન્યતા છે લગ્ન સંસ્કાર વગર માણસનું જીવન સફળ થતું નથી. લગ્ન મોડા થવાના ઘણા કારણો હોય છે. જ્યોતિષ અનુસાર ઘણી વખત ગ્રહ-નક્ષત્રોનાં કારણે લગ્નમાં વિલંબ થાય છે. ઘણી વખતલગ્નની વાત પાકી થઈ જવા પર પણ લગ્ન અટકી જાય છે. એવામાં કેટલાક ઉપાય લગ્નમાં આવનારી બાધાઓને દૂર કરવામાં મદદગાર થઈ શકે છે. આ ઉપાય કયા છે ચાલો જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ-ઉતરની દિશામાં બેડરૂમ 
વાસ્તુ શાસ્ત્ર મુજબ જે લગ્ન કરવાં ઈચ્છે છે, તેમનો રૂમ હમેંશા પશ્ચિમ-ઉતર દિશામાં હોવો જોઇએ.જો એવું સંભવ ન હોય તો એવામાં ઉત્તર દિશામાં રૂમ બનાવવો જોઈએ. એ ઉપરાંત પલંગને દિવાલથી થોડો દૂર રાખવો જોઈએ.


ગુરુવારનું વ્રત 
લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ. સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ.એ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન કરવું લાભકારી હોય છે. સાથે જ ગાયને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ. શક્ય હોય તો વિષ્ળુના ૧૦૮ નામોનો જાપ કરો. તેનાથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે. 


ધારણ કરો ૬ મુખી રુદ્રાક્ષ
જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્નસંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે ૬ મુખી રુદ્રાશ ધારણ કરવો લાભકારી છે. આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. 


શિવલિંગ પર જળ 
નિયમિત શિવલિંગ પર જળ અર્પણ કરો. શિવલિંગ પર જળ ઉપરાંત ગાયના કાચું દૂધ અને બિલીપત્ર અર્પણ કરો. એ પછી ભગવાન શિવનેપોતાની મનોકામના કહો. કુંવારી કન્યાઓ ૧૬ સોમવારનું વ્રત રાખી શકે છે. સાથે પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે. એવું કરવાથી જલ્દી લગ્નનો યોગ બને છે. 


પૂનમના દિવસે વટ વૃક્ષની પૂજા 
કોઈપણ પૂનમના દિવસે પીપળાંના વૃક્ષની ૧૦૮ વાર પરિક્રમા કરો. એ ઉપરાંત ગુરુવારના દિવસે વટના વૃક્ષને જળ અર્પણ કરો. એનાથી લગ્નમાં આવનાર બાધાઓ જલ્દી જ દૂર થઈ જાય છે અનેલગ્નનો યોગ બને છે. 



(Disclaimer: અહીંઆપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)