Rabi Crops MSP: દિવાળી પહેલા ખેડૂતો માટે સતત બીજા ખુશખબર, સરકારે લીધો આ મોટો નિર્ણય
Rabi Crops MSP: MSP એ મૂલ્ય હોય છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. એટલે કે સરકાર ખેડૂતો પાસેથી જે પાક ખરીદે છે તેના માટે જે કિંમતની ચૂકવણી કરે છે તેને MSP કહે છે. MSP થી ઓછી ચૂકવણી ખેડૂતોને સરકાર કરતી નથી. આ અગાઉ CACP એ ઘઉ સહિત તમામ રવિ પાકની એમએસપીમાં 3થી 9 ટકાના વધારાની ભલામણ કરી હતી. આશા મુજબ દાળોની એમએસપી પર સૌથી વધુ વધારો થયો છે.
Rabi Crops MSP: દિવાળી પહેલા સરકારે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન નિધિનો 12મો હપ્તો રિલીઝ કર્યો. તેના એક દિવસ બાદ ફરીથી એક ખુશખબર આપ્યા છે. કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના MSP માં વધારો કર્યો છે. કેબિનેટે સરસવના MSP માં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે. આ ઉપરાંત મસૂરના MSP માં 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને જ્યૂટની MSP માં 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે.
MSP માં 3 થી 9 ટકા વધારાની હતી ભલામણ
અત્રે જણાવવાનું કે MSP એ મૂલ્ય હોય છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. એટલે કે સરકાર ખેડૂતો પાસેથી જે પાક ખરીદે છે તેના માટે જે કિંમતની ચૂકવણી કરે છે તેને MSP કહે છે. MSP થી ઓછી ચૂકવણી ખેડૂતોને સરકાર કરતી નથી. આ અગાઉ CACP એ ઘઉ સહિત તમામ રવિ પાકની એમએસપીમાં 3થી 9 ટકાના વધારાની ભલામણ કરી હતી. આશા મુજબ દાળોની એમએસપી પર સૌથી વધુ વધારો થયો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube