પટના : બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ શુક્રવારે દાવો કર્યો કે, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે તેના પતિ લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરીને આ પ્રસ્તાવ મુક્યો હતો કે આરજેડી અને નીતીશ કુમારનાં જેડીયુનો વિલય તઇ જાય અને આ પ્રકારે બનનારા નવા દળને ચૂંટણી પહેલા વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરવી જોઇએ. રાબડીએ દાવો કર્યો કે, જો કિશોર, પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પાસે આ પ્રસ્તાવ મુદ્દે મુલાકાત કરવાનો ઇન્કાર કરે છે તો તેઓ સફેદ જુઠ્ઠાણુ બોલી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળમાં જરૂર કંઇક ગંભીર ચાલી રહ્યું છે: સુપ્રીમે સુનવણીની માંગ સ્વિકારી

આરજેડીનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાબડી દેવીએ કહ્યું કે, હું તેનાથી ખુબ જ નારાજ થઇ ગઇ અને તેમને નિકળી જવા માટે કહ્યું કારણ કે નીતીશ કુમારે વિશ્વાસઘાત કર્યા બાદ હવે મને તેમના પર વિશ્વાસ નથી રહ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં નીતીશ કુમાર આરજેડી અને કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનાં નેતૃત્વવાળા એનડીએમાં જોડાઇ ગયા હતા. 
રાજદ્રોહના કાયદાને વધારે કડક બનાવીશું, જેથી તે મુદ્દે તેઓ થથરી ઉઠે: રાજનાથ

રાબડી દેવીએ શું જણાવ્યું ? 
ફોનમાં લાલુ સાથે વાત થતી હોવા અંગે રાબડી દેવીએ કહ્યું કે, પરિવારનાં લોકોને પણ લાલુ સાથે ફોનમાં વાત કરવા નથી મળતી કુમાર ફોનમાં વાત કરતા હોય તે શક્ય નથી. તેમણે જણાવ્યું કે અનંત સિંહનાં તે દાવા વિશે શું જેમાં તેઓ જેલમાં રહેવા દરમિયાન લલન સિંહ (મંત્રી) નીતીશ સાથે ટેલિફોન અંગે વાતચીત કરાવતા હતા. 


જેમને 2 સમય ભોજન નથી મળતા તેઓ જ સેનામાં જાય છે, કહેનારા ડુબી મરો: PM મોદી

માફિયા ડોન સાથે રાજનીતિજ્ઞ બનેલા મોકામાં વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરનારા અનંત સિંહ પહેલા કુમારની નજીક હતા પરંતુ 2015માં ચૂંટણી પહેલા તેમનાં સંબંધ ખરાબ થઇ ગયા. અનંત સિંહે દાવો કર્યો કે એખ સ્થાનીક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં કરવામાં આવ્યું હતું.