નવી દિલ્હી: રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી પૂરી થઈ છે. હવે આ મામલે આગામી સુનાવણી 14 માર્ચના રોજ બપોરે 3 વાગે હાથ ધરાશે.  સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ મામલે દાખલ થયેલી પુર્નઅરજીઓ પર આજે જે સુનાવણી થઈ તેમાં અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કેટલાક ગંભીર તથ્યો કોર્ટ સમક્ષ રજુ કર્યાં. તેમણે કોર્ટને જણાવ્યું કે કેટલાક લોક સેવકો દ્વારા મામલા સંબંધિત મહત્વના દસ્તાવેજો ચોરાયા અને અખબારમાં પ્રકાશિત કરાયા. આ મામલે તપાસ ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે ફાઈલ નોટિંગ Judicial adjudicationનો વિષય હોઈ શકે નહીં. અખબારોને રાફેલ સંબંધિત દસ્તાવેજો કોણે આપ્યા છે, તેના પર તપાસ ચાલુ છે. અમે અપરાધિક કાર્યવાહી કરીશું. આ બધા ખુબ મહત્વના દસ્તાવેજો છે. જો કે કોર્ટ દ્વારા તેની તપાસ થવી જોઈએ નહીં. તેમણે કોર્ટને જણાવ્યું કે અમે આ કેસમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટર હેઠળ તપાસ કરવા અંગે વિચારી રહ્યાં છીએ. 


અટોર્ની જનરલે દલીલ કરતા MiG21નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આટલું જૂનું, ઓલ્ડ જનરેશનનું વિમાન હોવા છતાં તેને સારું પરફોર્મન્સ આપ્યું છે અને હાલની ઘટના (પુલવામા)થી સ્પષ્ટ છે કે આપણે કેટલા નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છીએ. જ્યારે બાકીના દેશો પાસે F 16 જેવા એરક્રાફ્ટ છે, આપણી પાસે પણ હોવા જોઈએ.  જસ્ટિસ જોસેફે કહ્યું કે જો પુરાવા ચોરાયા હોય, અને કોર્ટને લાગે છે કે પુરાવા મહત્વપૂર્ણ છે તો કોર્ટ તેના પર વિચાર કરી શકે છે. 


જસ્ટિસ જોસેફે કહ્યું કે પરંતુ જો ભ્રષ્ટાચારની તપાસની માગણી કરવાનમાં આવી રહી છે તો તમે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને બચી શકો નહીં. અટોર્ની જનરલે કહ્યું કે દરેક વાતની ન્યાયિક સમીક્ષા થઈ શકે નહીં. શું અમારે કોર્ટને એ પણ બતાવવું પડશે કે યુદ્ધ કેમ થયું. શાંતિનો નિર્ણય કેમ લેવાયો. કોર્ટે અરજીકર્તાઓને દસ્તાવેજો મેળવવાની રીત પણ પૂછે. જો રીત યોગ્ય લાગે તો જ સુનાવણી કરે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...