રાફેલ કેસ સુપ્રીમ કોર્ટ LIVE: બંને પક્ષની દલીલ પૂર્ણ, કોર્ટે ચૂકાદો રાખ્યો સુરક્ષિત
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ચર્ચાસ્પદ બનેલ કથિત રાફેલ કૌભાંડ મામલે પડકો ઉઠવા જઇ રહ્યો છે. ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ આખરી સુનાવણી પર ચાલી રહ્યો છે. આજે કોર્ટે આકરૂ વલણ અપનાવતાં આજે સાંજ સુધી ફેંસલો સંભળાવા કહ્યું હતું. બંને પક્ષની દલીલો પૂર્ણ થઇ છે અને કોર્ટે ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રાફેલ સોદા અંગે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીઓ પર શુક્રવારે સુનાવણી શરૂ થઈ છે. સુનાવણીની શરૂઆતમાં જ મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ જણાવ્યું કે, અમે બંને પક્ષને 1-1 કલાકનો સમય આપીએ છીએ. આજે સાંજે 4 વાગ્યા સુધી અમે સુનાવણી પુરી કરવા માગીએ છીએ. ત્યાર પછી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પુનર્વિચાર અરજી પર ચર્ચા કરી હતી. જોકે કોર્ટે સાંજે ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં રાફેલ સોદામાં દાખલ સમીક્ષા અરજી અંગે શુક્રવારે સુનવણી પુર્ણ થઇ ચુકી. સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી અંગે ચુકાદો સુરક્ષીદ રાખી લીધો. સુનવણીની શરૂઆતમાં જ સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્યું કે, અમે બંન્ને પક્ષને એક એક કલાકનો સમય આપી રહ્યા છીએ। આજે સાંજે 4 વાગ્યા સુધીમાં અમે સુનવણી પુર્ણ કરવા ઇચ્છી છીએ. ત્યાર બાદ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પુનર્વિચાર અરજી અંગે ચર્ચા ચાલુ કરી. અરજીકર્તાની તરફથી રજુ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ડિસેમ્બર 2019નાં સુપ્રીમનાં આદેશમાં કહેવાયું છે કે રાફેલ ડીલનાં કોન્ટ્રાક્ટને રદ્દ કરવાની માંગ કરી રહ્યા હતા, જ્યારે એવું કંઇ જ નથી અમે આ મુદ્દે ફરિયાદ દાખલ કરીને યોગ્ય તપાસ ઇચ્છીએ છીએ. સરકાર દ્વારા કોર્ટને ખોટી માહિતી આપીને રસ્તો ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ જ કારણે અમે પુનર્વિચાર અરજીની માંગ કરી રહ્યા છીએ.
અરજીકર્તાઓ તરફથી હાજર થયેલા પ્રશાંત ભૂષણે કહ્યું કે, ડિસેમ્બર 2018ના સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવાયું છે કે, અમે રાફેલડીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા માગતા હતા. હકીકતમાં આવું કશું નથી. અમે માત્ર આ કેસમાં FIR દાખલ કરીને તપાસ કરવાની માગ કરી રહ્યા હતા.
પ્રશાંત ભૂષણે વધુમાં જણાવ્યું કે, આ ચૂકાદો સરકાર તરફથી આપવામાં આવેલી ગેરમાર્ગે દોરનારી અને ખોટી માહિતી પર આધારિત છે. આ કારણે જ અમે પુનર્વિચારની માગ કરી રહ્યા છીએ.
આ અગાઉ ગયા સોમવારે સુનાવણી એમ કહીને સ્થગીત કરી દેવાઈ હતી કે સમીક્ષા અરજીઓ અને રાહુલ ગાંધી દ્વારા 'ચોકીદાર ચોર હૈ' ટિપ્પણી સાથે સર્વોચ્ચ અદાલતને જોડવાને કારણે માનહાનીના કેસમાં એક સાથે 10 મેના રોજ સુનાવણી હાથ ધરાશે. જોકે, કોર્ટે આ આદેશ પછી રાહુલ ગાંધી સામે માનહાની અને રાફેલ કેસની સુનાવણીને અલગ કરી દેવાઈ હતી.
જેના અંગે મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે, "અમે થોડા આશ્ચર્યચકિત છીએ કે બે કેસ (રાહુલનો માનહાની અને રાફેલ સંબંધિત કેસ)ને અલગ કરી દેવાયા છે."
રાફેલ કેસની આ પુનર્વિચાર અરજી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા, અરૂણ શૌરી અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ તમામ અરજીમાં કોર્ટના 14 ડિસેમ્બરના આદેશની સમીક્ષાની માગ કરાઈ હતી.