નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ મુદ્દે ચાલી રહેલ વિવાદ વચ્ચે રાજનીતિક જંગ સતત વણસી રહ્યું છે. ચૂંટણી મંચો પર સોશ્યલ મીડિયા દ્વારા રાફેલનો મુદ્દો બન્યા બાદ રાહુલ ગાંધી શનિવારે બેંગ્લુરૂમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)નાં મુખ્યમથકમાં કર્મચારીઓને મળશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્રની સત્તા સીન મોદી સરકારે HALતી રાફેલ સોદો છીનવી લેવામાં આવ્યો છે. HAL  કર્મચારીઓ સાથે ઉભો છું, કારણ કે હું તેમનું દર્દ સમજી શકુ છું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

HAL પાયમાલ કરવાનાં પ્રયાસો થઇ રહ્યા છે
રાહુલ ગાંધીએ કહ્યું કે, રાફેલ બનાવવાનો સોદો એચએએલ પાસેથી છીનવીને તેને પાયમાલ કરવાનાં પ્રયાસ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભારતની સામરિક સંપત્તિ છે, પરંતુ રાફેલનો ઓર્ડર છીનવી લઇને તેને તબાહ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. 

ટ્વીટ દ્વારા સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, એચએએલ ભારતની સામરિક સંપત્તિ છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી રાફેલનો ઓર્ડર છીનવી અને અનિલ અંબાણીને ગિફ્ટ કરીને ભારતનાં એયરોસ્પેસ ઇન્ડસ્ટ્રીનાં ભવિષ્યને બર્બાદ કરી દીધું છે. રાહુલે લખ્યું કે, આગળ આવો અને ભારતની સંરક્ષણ કરનારી સંસ્થાઓનું રક્ષણ કરો, હું એચએએલના કર્મચારીઓનુ સાથે ઉભો છું અને બેંગ્લુરૂમાં છું. મારી સાથે એચએએલ મુખ્યમથક ખાતે આવો.

ખતરામાં છે 10 હજાર કર્મચારીઓની નોકરી
આ અંગે પુછવામાં આવતા કોંગ્રેસનાં વરિષ્ઠ પ્રવક્તા એસ.જયપાલ રેડ્ડીએ બુધવારે કહ્યું હતું કેએચએએલ સૌથી મોટુ શિકાર એટલા માટે બન્યું છે કારણ કે એચએએલનાં 10 હજાર કર્મચારીઓની નોકરી જવાની છે. રાફેલ ડીલ મળવાથી 10 હજાર નોકરીઓ પેદા થવાની હતી, પરંતુ હવે હાલની નોકરીઓ પણ ખતમ થઇ રહી છે. 

જો અમારો સમયે કરાયેલો કરાર આગળ વધારવામાં આવતો અને 18 હવાઇ જહાજ ખરીદવામાં આવત તથા બાકી હિન્દુસ્તાનમાં જ બનાવવામાં આવ્યા હોત તો આપણી નિર્માણની ક્ષમતા વધી શકી હોત. આ જ કારણ છે કે રાહુલ એચએએલ જઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો આરોપ છે કે વડાપ્રધાન મોદીએ ફ્રાંસની સરકાર પાસેથી 36 લડાકુ વિમાન ખરીદવાનો સોદો કર્યો છે તેનું મુલ્ય સંપ્રગ સરકારનાં સમયે કરાયેલ સોદાની તુલનામાં વધારે છે.