ફ્રાસના વિમાન પરથી: ભારત અને ફ્રાંસે શુક્રવારે હિન્દ મહાસાગરમાં પોતાનો સૌથી મોટો નૌસેના યુદ્ધાભ્યાસ ચાલુ કર્યો. આ યુદ્ધાભ્યાસમાં રાફેલની સ્પીડ પણ જોવા મળી હતી. આ એરક્રાફ્ટ ઝડપથી ભારત આવવાનાં છે. પરંતુ તેના સોદા મુદ્દે દેશમાં રાજનીતિક તોફાન ચાલી રહ્યું છે. બીજી તરફ બંન્ને દેશ હાલના સમયે મોટા નૌસૈનિક અભ્યાસ કરી રહ્યા છે. ભારત અને ફ્રાંસ ચીનનાં વધી રહેલા આર્થિક પ્રભાવ તથા દક્ષિણ ચીન સાગરમાં તણાવ પેદા કરનારા તેના ક્ષેત્રીય દાવાઓ મુદ્દે ચિંતિત છે. 


મુંબા દેવીના દર્શન કરવા ગયેલા રોબર્ટ વાડ્રા સામે મોદી-મોદીના નારા લાગ્યા
ફ્રાંસના બેડાની કમાન સંભાળી રહેલા રિયર એડમિરલ ઓલિવિયર લેબાસે કહ્યું કે, અમને લાગે છે કે આ ક્ષેત્રમાં વધારે સ્થિરતા લાવી શકે છે જે રણનીતિક રીતે મહત્વપુર્ણ છે અને જેમાં વિશેષ રીતે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મુદ્દે  ઘણુ બધુ દાવ પર લાગેલું છે. એશિયા અને યૂરોપ અને પશ્ચિમી એશિયા વચ્ચે મોટા ભાગનો વ્યાપાર સમુદ્રના રસ્તે જ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શીખ રમખાણો અંગેની ટિપ્પણી મુદ્દે પિત્રોડાએ માફી માંગી, કહ્યું હિદી નબળી
સ્પાઇસ જેટની ધમાકેદાર ઓફર, હવે મુસાફરી કરો મફતમાં, આ રીતે ઉઠાવો ફાયદો
ભારતે ગોવા રાજ્યના કિનારા પર 17માં વાર્ષિક યુદ્ધાભ્યાસમાં ભાગ લેનારા આશરે 42 હજાર ટનનું ચાલ્સ ડિ ગોલ કુલ 12 યુદ્ધ જહાજ અને સબમરીનમાંથી એક છે. બંન્ને દેશોનાં છ-છ યુદ્ધ જહાજ અને સબમરીન તેમાં ભાગ લઇ રહ્યા છે. ફ્રાંસનાં અધિકારીઓનું કહેવું છે કે આ યુદ્ધાભ્યાસ 2001માં ચાલુ થયું આ અભિયાનનું અત્યાર સુધીનો સૌથી વ્યાપક યુદ્ધાભ્યાસ છે. 


કોંગ્રેસ પિત્રોડાનાં નિવેદન સાથે છેડો ફાડવાની સાથે 2002 તોફાનોનો મુદ્દો ઉખેળ્યો

હિન્દ મહાસાગરમાં ભારતનો પારંપારિક દબદબો ચીનનાં વધતા દબાણનો સામનો કરી રહ્યું છે. ચીને આ ક્ષેત્રમાં યુદ્ધઅભ્યાસ અને સબમરીનને ફરજંદ કર્યું છે. જ્યારે બેલ્ટ એન્ડ રોડ ઇનીશિએટિવ દ્વારા વાણીજ્યીક અધારભુત ઢાંચાના મોટા નેટવર્કનું નિર્માણ કર્યું છે, જેનો ભારતે આકરો વિરોધ કર્યો છે.