નવી દિલ્હી: રાફેલ મામલે સુપ્રીમ કોર્ટમાં પુર્નવિચાર અરજીઓ દાખલ થયેલી છે જેના પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી હાથ ધરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ જોસેફ ઓપન કોર્ટમાં આ મામલે સુનાવણી કરશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે અરજીઓને જોયા બાદ ઓપન કોર્ટમાં સુનાવણીની મંજૂરી આપી હતી. હકીકતમાં ચુકાદાના એક ભાગમાં સુધારને લઈને સરકારે અરજી આપેલી છે જ્યારે ખોટી જાણકારી આપી હોવાનો આરોપ મૂકીને પ્રશાંત ભૂષણ, પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા અને અરુણ શૌરીએ પુર્નવિચાર અરજી દાખલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજીમાં કહેવાયું છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને રાફેલ મામલે ખોટી જાણકારી આપી છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલે ચુકાદો આપતા કેન્દ્ર સરકારને ક્લિન ચીટ આપી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે રાફેલ ડીલ પ્રક્રિયામાં કોઈ ખામી નથી. 


દેશમાં હવે જો એક પણ આતંકી હુમલો થયો તો પાકિસ્તાનનું આવી જ બન્યું, 'તમામ વિકલ્પો' ખુલ્લા!


આ અગાઉ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે અમે આ મામલે ત્રણ પોઈન્ટ- ડીલ કરવાની પ્રક્રિયા, કિંમત અને ઓફસેટ પાર્ટનરની પસંદગીની પ્રક્રિયા મામલે વિચાર કર્યો અને જાણ્યું કે કિંમતની સમીક્ષા કરવાનું કામ કોર્ટનું નથી જ્યારે એરક્રાફ્ટની જરૂરિયાતને લઈને કોઈ શંકા નથી. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 31 ઓક્ટોબર 2018ના રોજ સરકારને સીલબંધ કવરમાં રાફેલની કિંમત અને તેના ફાયદા અંગે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. કહ્યું હતું કે ડીલના નિર્ણયની પ્રક્રિયા તથા ઈન્ડિયન ઓફસેટ પાર્ટનર પસંદ કરવાની જેટલી પ્રક્રિયા જાહેર થઈ શકે તેમ હોય તેની વિગતો અરજીકર્તાઓને આપે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...