દસોલ્ટનાં CEOએ રાફેલ ડીલ અંગે આપી તમામ માહિતી, રાહુલને પણ સણસણતો તમાચો
રાફેલ વિમાન ડીલ અંગે મચેલા ધમાસણા વચ્ચે ફ્રાંસની કંપની દસોલ્ટનાં સીઇઓનો ઇન્ટરવ્યું સામે આવ્યો છે, તેમણે આ ઇન્ટરવ્યુમાં દરેક આરોપોનાં જવાબ આપવાની સાથે રાહુલ ગાંધીનાં તમામ આરોપોને ખોટા ઠેરવ્યા છે
નવી દિલ્હી : રાફેલ વિમાન ડીલ (Rafale Deal) વિવાદ અંગે સમગ્ર દેશમાં ચકચાર મચેલી છે. તેના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ હોબાળો મચેલો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાંવિપક્ષ મોદી સરકારને આ ડીલમાં ગોટાળો કર્યો હોવાના આરોપો લગાવી રહી છે. ફ્રાંસની કંપની દસોલ્ટ એવિએશનનાં સીઇઓ એરિક ટ્રેપિયરે સમાચાર એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યુમાં આ ડીલ પર ઉઠેલા સવાલનાં જવાબ આપ્યા હતા. આ ઇન્ટરવ્યુમાં તેમણે રાહુલ ગાંધી દ્વારા લગાવાયેલા દરેક આરોપોને ખોટા ગણાવ્યા હતા.
રાહુલને જવાબ હું ખોટુ નથી બોલતો
એરિક ટ્રેપિયરે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા જે પણ આરોપો લગાવાઇ રહ્યા છે, તે બિલ્કુલ નિરાધાર છે. તેમમે કહ્યું કે, રાહુલ ગાંધીએ દસોલ્ટ અને રિલાયન્સની વચ્ચે થયેલા જોઇન્ટ વેન્ચર (JV) અંગે જુઠ્ઠાણુ ફેલાવ્યું છે. આ ડીલ અંગે સરકાર દ્વારા જે પણ માહિતી અપાઇ છે તે સંપુર્ણ સાચી છે કારણ કે તે ક્યારે ખોટુ નથી બોલતા.
શરૂઆતથી જ ભારત સાથે છે સંબંધ
એરિક ટ્રેપિયરે જણાવ્યું કે તેમની કંપની અને કોંગ્રેસના સંબંધ ઘણા જુના છે, તેમની પહેલી ડીલ 1953માં જવાહર લાલ નેહરૂનાં રહેવા દરમિયાન થઇ હતી. ભારતમાં અમારી ડીલ કોઇ પાર્ટી સાથે નહી પરંતુ દેશની સાથે છે. અમે સતત ભારત સરકારને ફાઇટર જેટ પુરા પાડીએ છીએ.
પૈસા રિલાયન્સમાં નહી પરંતુ જોઇન્ટ વેંચરમાં લગાવ્યા
રાફેલ ડીલમાં રિલાયન્સ સાથે કરાર અંગે તેમણે કહ્યું કે, અમે જે પૈસા રોકાણ કર્યું છે તે રિલાયન્સ નહી પરંતુ જોઇન્ટ વેન્ચરમાં છે. તેમણે કહ્યું કે, આ વેંચરમાં રિલાયન્સે પણ પૈસા લગાવ્યા છે, અમારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ટને લીડ કરીશું. તેનાથી રિલાયન્સને પણ એરક્રાફ્ટ બનાવવાનો એક્સપીરિયન્સ મળશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે દસોલ્ટે રિલાયન્સને 284 કરોડ રૂપિયા મદદ માટે આપ્યા હતા.
ઓફસેટમાં કોને કેટલો હિસ્સો ?
આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, જોઇન્ટ વેંચરમાં 49 ટકા હિસ્સો દસોલ્ટ અને 51 ટકા હિસ્સો રિલાયન્સનો છે. તેમાં કુલ 800 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટ થશે. જેમાં બંન્ને કંપનીઓ 50-50 ટકાની હિસ્સેદારી હશે. દસોલ્ટનાં સીઇઓએ કહ્યું કે, ઓફસેટને ઇશ્યુ કરવા માટે અમારી પાસે 7 વર્ષ હતા જેમાં શરૂઆતનાં 3 વર્ષમાં અને બાધ્ય નથી કે ઓફસેટના સાથીએ નામ જણાવે. ત્યાર બાદ 40 ટકા હિસ્સો 30 કંપનીઓને આપવામાં આવ્યો. તેમાંથી 10 ટકા રિલાયન્સને આપવામાં આવ્યો.
રાફેલનો આખરે કેટલો ભાવ ?
રાફેલના ભાવના મુદ્દે ચુપ્પી તોડતા તેમણે કહ્યું કે, જે હાલ એરક્રાફ્ટ મલી રહ્યા છે તેનાંતી આશરે 9 ટકા સસ્તા છે. તેમણે કહ્યું કે, જે 36 વિમાનનો રેટ છે, તે હાલનાં 18ની બિલ્કુલ સમાન છે. આ ભાવ બમણો હોઇ શકતો હતો, પરંતુ આ સમજુતી સરકારથી સરકારની વચ્ચે છે એટલા માટે ભાવ નથી વધારવામાં આવ્યો. પરંતુ ભાવ 9 ટકા સસ્તો પણ થયો. સીઇઓએ ઝણાવ્યું કે, ઉડવા માટે તૈયાર સ્થિતીમાં 36 કોન્ટ્રાક્ટ વાળા રાફેલનો ભાવ 126 કોન્ટ્રાક્ટવાળાના ભાવ કરતા ઘણો સસ્તો છે.
HAL સાથે કરાર કેમ તુટ્યો ?
HALની સાથે કરાર તુટવા અંગે તેમણે કહ્યું કે, જ્યારે 126 રાફેલ વિમાનનાં કરારની વાત ચાલી રહી હતી ત્યારે HAL સાથે કરારની જ વાત હતી. જો કે ડીલ યોગ્ય રીતે આગળ વધતી તો કરાર HALને જ મળ્યો હોત. જો કે 126 વિમાનનો કરાર યોગ્ય નથી થયો એટલા માટે 36 વિમાનના કોન્ટ્રાક્ટ પર વાત થઇ. ત્યાર બાદથી આ કરાર રિલાયન્સ સાથે આગળ વધ્યો. તેમણે જણાવ્યું કે આખરી દિવસોમાં HAL પોતે કહ્યું હતું કે તેઓ ઓફસેટમાં ભાગ લેવા માટે ઇચ્છુક નથી. રિલાયન્સની સાથે કરારનો રસ્તો સંપુર્ણ સ્પષ્ટ થઇ ગયો. એરિકે કહ્યું કે, આ દરમિયાન તેઓ અન્ય કંપનીઓ સાથે કરાર અંગે પણ વિચારી રહ્યા હતા. જેમાં ટાટા ગ્રુપ જેવા મોટા નામનો પણ સમાવેશ થાય છે. જો કે તે સમયે અમે નિર્ણય નહોતા લઇ શક્યા, ત્યાર બાદ રિલાયન્સની સાથે સોદો નિશ્ચિત થયો.
શું હથિયારોથી લેસ હશે વિમાન?
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, આ વિમાનોની સાથે હથિયાર પણ આવશે. તો તેમણે સ્પષ્ટતા કરી કે આ વિમાન તમામ ઉપકરણોથી લેસ હશે. જો કે તેમાં કોઇ હથિયાર નહી હોય. હથિયારોને નવા અન્ય કોન્ટ્રાક્ટ દ્વારા મોકલવામાં આવશે.