નવી દિલ્હી : રાફેલ સોદા અંગે સરકાર અને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રસ વચ્ચે આરોપ-પ્રતિઆરોપનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટની દ્વારા  મંગળવારે લગવાયેલા આરોપો અંગે સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણે વળતો પ્રહાર કર્યો હતો. સંરક્ષણ મંત્રીએ આરેફ ડીલમાંથી HALને બહાર રાખવા બદલે કોંગ્રેસની UPA સરકારને જવાબદાર ઠેરવીને જાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની ગત્ત સરકારનાં સમયમાં જ સરકારી કંપની પ્રોડક્શન ટર્મ્સ પર ડસોલ્ટ એવિએશન સાથે સંમત નહોતી થઇ શકી. એવામાં યુપીએ સરકારે સમયે જ HAL ડીલની બહાર થઇ ગઇ હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે એમ પણ જણાવ્યું કે, એનડીએ સરકારને રાફેલ લડાયક વિમાન યુપીએનાં સમયે થયેલી ડીલથી 9 ટકા સસ્તા દરે મળી રહ્યા છે. નિર્મલાએ કહ્યું કે, ડીલ યુપીએ દરમિયાન નથી થઇ. તે ઉપરાંત યુપીએ દરમિયાન HAL અને ડસોલ્ટની વચ્ચે પ્રોડક્શન ટર્મ્સના મુદ્દે સંમતી પણ સાધી શકાઇ નહોતી. એવામાં HAL અને રાફેલ એક સાથે કામ કરી શકે તેમ નહોતા. તેમણે સવાલ પુછતા કહ્યું કે HALની સાથે કોણ નથી ગયું. કઇ સરકારનાં સમયે તેવું થયું ? કોંગ્રેસે તેનો જવાબ આપવો જોઇએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર મુદ્દો HALને નજર અંદાજ કરવા અને રિલાયન્સને ડસોલ્ટ પાસેથી કોન્ટ્રાક્ટ અપાવવાનો છે. વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરવા લાગ્યો છે. તે અગાઉ અનુભવ ઓછો અને સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને નજર અંદાજ કરવાનાં મુદ્દે રિલાયન્સે જવાબ આપ્યો હતો. કંપનીની તરફથી પોતાની સ્પષ્ટતામાં કેહવામાં આવ્યું હતું કે, રિલાયન્સ ડિફેન્સને ઓફસેટ અથવા એક્સપોર્ટના કામ માટે પસંદ કર્યું છે. વિદેશી વેંડર માટે ભારતીય પાર્ટનર પસંદગી મુદ્દે સંરક્ષણ મંત્રાલયની કોઇ જ ભુમિકા નથી. 

મંગળવારે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ગત્ત સરકારે તેવો નિયમ બનાવ્યો હતો કે ઓફસેટ માટે તેઓ પ્રાઇવેટ અથવા સરકારી કોઇ પણ કંપની સાથે જઇ શકતા હતા. સીતારમણે કહ્યું કે, HAL પર કોંગ્રેસે જવાબ આપવો જોઇએ. તેમણે કહ્યુ કે ઓફસેટનાં રૂલ જેના થકી તમે સામાન ખરીદી રહ્યા છો, તે પ્રાઇવેટ અથવા પબ્લિક સેક્ટર કોઇ પણ ક્ષેત્રમાં કરી શકાય છે. આ તેમનાં જમાનાનો કાયદો છે. 

અગાઉ કોંગ્રેસના નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રીએ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, મોદી સરકાર કહી રહી છે કે રાફેલ ડીલ સસ્તા દરે મળી રહી છે તો સરકારે સંખ્યા ઘટાડી શા માટે દીધી. તેમણે કહ્યું કે, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે હાલમાં દાવો કર્યો હતે કે નવા એગ્રીમેન્ટ હેઠલ એરક્રાફ્ટ યુપીએ સરકારની ડીલની તુલનાએ 9 ટકા સસ્તા મળી રહ્યા છે. બીજી તરફ એરફોર્સનાં એક અધિકારીએ કહ્યું કે, આ પ્લેન 40 ટકા સસ્તા મળી રહ્યા છે. એન્ટનીએ કહ્યું કે, જો એટલા જ સસ્તા પ્લેન મળી રહ્યા હતા તો પછી નિર્ધારિત ડીલ કરતા ઓછા પ્લેન શા માટે ખરીદવામાં આવી રહ્યા છે.