નવી દિલ્હી : છેલ્લા લાંબા સમયથી રાફેલ વિવાદ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે એકબીજાને ટોપી પહેરાવવાની ગેમ ચાલી રહી છે. જેના અનુસંધાને આજે સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે કોંગ્રેસ પર સત્યને છુપાવીને જુઠ્ઠાણુ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સરકાર દ્વારા કાંઇ પણ ખોટું થયું હોવાની વાતને ફગાવી દીધી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાફેલ વિવાદ અંગે બોલતા સંરક્ષણ પ્રધાને જણાવ્યું કે, કોંગ્રેસ માત્ર જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યું છે. સમગ્ર રાફેલડીલ કાયદાકીય રીતે કરવામાં આવી છે અને કાયદાના બંધારમણમાં રહીને જ તેને પુર્ણ કરવામાં આવી છે. સમગ્ર રાફેલ ડીલ કે જેમાં 36 રાફેલની ખરીદી કરવામાં આવનાર છે તે કાયદાકીય રીતે યોગ્ય છે. આ ડીલને સિક્યુરિટી માટેની કેબિનેટ કમિટી દ્વારા જ મંજુરી આપવામાં આવી છે. આ ડીલમાં કોઇ પણ કાયદાનું ઉલ્લંઘન નથી થયું.

સંરક્ષણ મંત્રીએ આજતક સાથેની એક વાતચીતમાં જણાવ્યું કે, ફ્રાંસ સાથેનો રાફેલ કરાર નિયમો હેઠળ કરવામાં આવ્યો અને સરકારના લોકોને તેના તથ્યો અંગે માહિતગાર પણ કરશે. સીતારમણે કહ્યું કે, કોંગ્રેસ જણાવે કે યુપીએ સરકારમાં રાફેલ ડીલ કેમ નહોતી કરવામાં આવી. કોંગ્રેસની સરકારે આ ડીલને આગળ કેમ ન વધારી. સંરક્ષણમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસે જણાવવું જોઇએ કે તેમને આ ડીલ કરતા કોણે રોક્યા હતા. 

રાફેલ બનાવનારી ફ્રેંચ કંપની દસો અને હિન્દુસ્તા એરોનોટિક્સ લિમિટેડની વચ્ચે કરાર ન થઇ શકવાના સવાલ અંગે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, વિમાનની કિંમતો, મેનપાવર અને પ્રોડક્શન ટાઇમલાઇન આધારે નિશ્ચિત કરવામાં આવી. બંન્ને મુદ્દાઓ પર દસો અને એચએએલની વચ્ચે સંમતી નહોતી. એવામાં તેમની સરકાર (યુપીએ)માં એચએએલની સાથે દસોકાના કરાર રદ્દ કરી દેવાયા હતા. 

વિમાનની સંખ્યા અંગે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, યુપીએ સરકાર અમારી 18 તૈયાર વિમાન ખરીદવાની વાત કરી રહ્યા હતા. બાકીના વિમાન ભારતમાં એક ખાસ સમયમાં બનવાનાં હતા જો કે એવું કંઇ પણ ન થયું. અમારી વાતચીત વર્ષ 2014માં ચાલુ થઇ જ્યારે ભારતીય એરફોર્સ સ્કવોર્ડ્રનની માંગ 42થી 33 વિમાનોની રહી. એટલા માટે અમે 36 તૈયાર વિમાન ખરીદવાનો નિર્ણય લીધો. યુપીએ સરકારમાં ટેક્નોલોજી ટ્રાન્સફરની વાત નહોતી. 

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, રાફેલ ડીલ સંપુર્ણ પ્રાવધાનો અંતર્ગત જ છે અને તમામ પ્રક્રિયાઓનું પાલન થઇ રહ્યું છે. પરંતુ યુપીએ સરકાર દરમિયાન જો તમામ નિયમોનું પાલન થતું હતું અને એચએએલની સાથે 95 ટકા સુધી કરાર થઇ ગયા હતા તો છેલ્લા 5 ટકા માટે કેમ અટક્યું. કોંગ્રેસ જણાવવું જોઇએ કે 5 ટકા માટે શું સિક્રેસી હતી. 5 ટકામાં એવું તે શું હતું કે એચએએલને આગળ વધવા દેવામાં ન આવ્યું.