નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ આજે રાફેલ ડીલ (Rafale Deal) મામલે ચુકાદો આપતા પુર્નવિચારણાની અરજીઓ ફગાવી દીધી છે. આ સાથે જ સીબીઆઈ તપાસ (CBI) માટે પણ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. આ કેસ સંલગ્ન રાહુલ ગાંધી (Rahul Gandhi) મામલે પણ કોર્ટે તેમનું માફીનામું સ્વીકારી લીધુ છે. રાહુલ ગાંધી દ્વારા કોર્ટના અનાદરનો કેસ હવે બંધ થઈ ગયો છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટીમાં મોટું પદ સંભાળે છે. તેમણે નિવેદન આપતી વખતે સાવધાની રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટેના આ ચુકાદાથી એ વાત સાબિત થાય છે કે વિપક્ષે અને ખાસ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસે રાફેલ ડીલ મામલે જે હોબાળો મચાવ્યો હતો અને 'ચોકીદાર ચોર હૈ કેમ્પેઈન' ચલાવ્યું હતું તે તદ્દન ખોટું હતું. ઝી ન્યૂઝ પર આજે રાતે 9 વાગે ડેઈલી ન્યૂઝ એન્ડ એનાલિસીસ (DNA) કાર્યક્રમમાં રાફેલ ડીલ પર વિપક્ષના જૂઠ્ઠાણાનો સુપ્રીમ કોર્ટેમાં જે રીતે પર્દાફાશ થયો તે અંગે વિશેષ અહેવાલ રજુ થશે. જે જોવાનું ભૂલતા નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના વધુ સમાચારો જોવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube