Rahul Dravid in BJP Event: શું રાહુલ દ્રવિડ ભાજપમાં જોડાશે? ધર્મશાળામાં યોજાનારા આ કાર્યક્રમમાં સામેલ થશે
ધર્મશાળામાં 12થી 15મી મે સુધી ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિનું આયોજન કરાયું છે. જેમા અનેક મોટી હસ્તીઓ સામેલ થાય તેવી સંભાવના છે. મળતી માહિતી મુજબ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. જેને લઈને એવી અટકળો થઈ રહી છે કે તેમના થકી હિમાચલ પ્રદેશ અને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ યુવાઓના મત સાધવા માટેની તૈયારીઓ કરી રહ્યો છે.
Rahul Dravid in BJP Event: જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય તેમ તેમ નવા નવા લોકો વિવિધ રાજકીય પક્ષોમાં જોડાય અને પક્ષપલટો પણ થતો જોવા મળે છે. હિમાચલ પ્રદેશમાં પણ આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેને લઈને રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ધર્મશાળામાં 12થી 15મી મે સુધી ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિનું આયોજન કરાયું છે. જેમા અનેક મોટી હસ્તીઓ સામેલ થાય તેવી સંભાવના છે. મળતી માહિતી મુજબ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. જેને લઈને એવી અટકળો થઈ રહી છે કે તેમના થકી હિમાચલ પ્રદેશ અને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ યુવાઓના મત સાધવા માટેની તૈયારીઓ કરી રહ્યો છે.
આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ થવાના છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને કેન્દ્રીય મંત્રી પણ સામેલ થશે તેમ ધર્મશાળાના ધારાસભ્ય વિશાલ નહેરિયાએ જણાવ્યું. ભાજપના આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ સામેલ થવાના છે. આ મુદ્દે વિશાલ નહેરિયાએ જણાવ્યું કે તેમની સફળતાને લઈને યવાઓને સંદેશો અપાશે કે રાજકારણ જ નહીં અન્ય ક્ષેત્રોમાં પણ આપણે આગળ વધી શકીએ છીએ.
Cyclone Asani: ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું 'અસાની', આ રાજ્યોમાં મચાવી શકે છે ભારે તબાહી
Coronavirus Symptoms: કોરોનાના નવા સબ વેરિઅન્ટના આ 2 લક્ષણો જરાય હળવાશમાં ન લેતા, જોતા જ અલર્ટ થજો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube