નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિંગાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક હાલનાં સંવાદ કાર્યક્રમનાં મુદ્દે તેમના પર કટાક્ષ કર્યું હતું. રાહુલે કહ્યું કે, સારૂ છે કે તેમનાં કાર્યક્રમનાં સવાલ - જવાબ પહેલાથી નક્કી હોય છે કારણ કે જો એવુ નહી થાય તો અમે તમામ માટે શરમજનક પરિસ્થિતી પેદા થઇ જાય છે. રાહુલે મોદીનાં આ સંવાદ કાર્યક્રમના અંશનો વીડિયો પણ ટ્વીટર પર પોસ્ટ કરતા કહ્યું, (મોદી) પહેલા એવા ભારતીય વડાપ્રધાન છે, જે સ્વત : સ્ફૂર્ત પ્રશ્નોનો સામનો કરે છે અને દુભાષીયાઓની પાસે પહેલાથી નિશ્ચિત જવાબ હોય છે. તેમણે કહ્યું કે, સારૂ છે કે આ વાસ્તવિક પ્રશ્નોનો સામનો નથી કરતા. જો એવું થાય તો આપણે બધાએ શરમજનક પરિસ્થિતીમાં મુકાવું પડે તેવી પરિસ્થિતી પેદા થઇ જાય.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાનનો જે વીડિયો પોસ્ટ કર્યો છે તે સિંગાપુરના નાનયાંગ ટેક્નીકલ યુનિવર્સિટીમાં સંવાદ કાર્યક્રમનો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે એક પ્રશ્નનાં ઉતરમાં વડાપ્રધાને જે જવાબ આપ્યો અને તેની દુભાષીયાએ ત્યાં હાજર દર્શકો સમક્ષ જે કહ્યું, તેમાં ઘણુ અંતર હતું. 



કોંગ્રેસે ભાજપ પર હૂમલો કર્યો
અગાઉ પણ વિપક્ષી દળોનાં સંગઠીત ગઠબંધન મુદ્દે ભાજપનાં કેટલાક નેતાઓનાં હૂમલા પર વળતો પ્રહાર કરતા કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ જ્યારે ચૂંટણી હારવાની હોય છે તો પાકિસ્તાનની શરણમાં જાય છે. પાર્ટી તેમ પણ કહ્યું કે ભારતનાં આંતરિક રાજનીતિક વિમર્શમાં હાફીઝ સઇદ જેવા આતંકવાદીઓનું નામ લેવું ખુબ જ શરમજનક છે. 

તેમણે કહ્યું કે, વિકાસનાં મુદ્દે નિષ્ફળ રહેવાનાં કારણે ભાજપ આ પ્રકારી ઘણી વાતો કરી રહી છે જેથી ધ્યાન ભટકાવવામાં આવી શકે. તેમણે કહ્યું કે, હાફિઝ સઇદને ચીન બચાવી રહ્યું છે. હવે આ બધુ જ મોદી સરકારની વિદેશ નીતિની નિષ્ફળતાનું પરિણામ છે. ખેડાએ કહ્યું કે, સીમા પર જવાન અને ખેતરમાં ખેડૂત ત્રસ્ત છે, પરંતુ આ સરકાર બિન જરૂરી મુદ્દાઓ ઉઠાવીને લોકોને વ્યસ્ત રાખે છે.