Corona cirsis: રાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- બે લાખથી વધુ મોત અને જવાબદારી ઝીરો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે એકવાર ફરી કોરોના પ્રકોપને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે એકવાર ફરી કોરોના પ્રકોપને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા કટાક્ષ કરતા કહ્યુ કે, બે લાખથી વધુ લોકોના મોત થયા છે અને જવાબદારી ઝીરો. તેમણે કહ્યુ કે, કરી દીધાને સિસ્ટમે 'આત્મનિર્ભર.'
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, 'કોવિડની બીજી લહેરનું ચોથુ અઠવાડિયુ. 2 લાખથી વધુ મૃતક અને જવાબદારી ઝીરો. કરી લીધાને સિસ્ટમે આત્મનિર્ભર.'
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube