વડાપ્રધાન IL&FCમાં સામાન્ય માણસના પૈસાનું રોકાણ કરી ડુબાડવા માંગે છે: રાહુલ
વડાપ્રધાન કાર્યાલય અને નાણા મંત્રાલય દ્વારા રિઝર્વ બેંક, સ્ટેટ બેંક, એલઆઇસી અને એનએચએઆઇ પર દબાણ કરી રહ્યા છે જેથી આ કંપનીને બેલઆઉટ કરી શકે
નવી દિલ્હી : રાજનીતિક દળોની લડાઇ હવે ચૂંટણી રેલીઓ સુધી સીમિત નહી રહેતા વર્ચ્યુઅલ સ્પેસમાં પહોંચી ચુકી છે. અહીં પણ નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહારો કરતા રહે છે. આ કડીમાં કોંગ્રેસ અધ્યક્ષ એક પછી એક ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા. આ વખતે તેમણે PM મોદી પર આર્થિક ગોટાળાનાં આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીએ પોતાની પ્રિય કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિઝ (IL&FS)ને ડુબતી બચાવવા માટે આમ આદમીના ખીચામાથી રૂપિયા ખંખેર્યા છે અને LICના હપ્તા આપનારા લોકોના પૈસાથી કૌભાંડોઓને નાણા આપ્યા છે.
અગાઉ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે આઇએલ એન્ડ એફએસ કંપનીને વર્ષ 2007માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી)એ 70 હજાર કરોડ રૂપિયાનો ગિફ્ટ સીટિનો પ્રોજેક્ટ આપ્યો. જો કે આ પ્રોજેક્ટ હેઠળ કોઇ જ કામ નથી થયું. પરંતુ તેમાં મોટા પ્રમાણમાં ગોટાળા જ સામે આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે આઇએલએન્ડ એફએસમાં 40 ટકા એલઆઇસી, એસબીઆઇ અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જેવી સરકારી સંસ્તાઓના પૈસા છે. જેના મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા કે જે કંપનીમાં 40 ટકા ભાગ સરકારી કંપનીઓનો છે તેના પર 91 હજાર કરોડ રૂપિયાનું દેવું કઇ રીતે ચડી ગયું ? કોંગ્રેસે તેમ પણ કહ્યું કે 91 હજાર કરોડમાંથી 67 કરોડ એનપીએ થઇ ચુક્યા છે.