Rahul Gandhi's Statement: રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના પ્રેસ ક્લબમાં જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તમારું કેરળમાં ઈન્ડિયન મુસ્લિમ લીગ સાથે ગઠબંધન છે. તો તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મુસ્લિમ લીગ સંપૂર્ણ રીતે ધર્મનિરપેક્ષ (સેક્યુલર) પાર્ટી છે. મુસ્લિમ લીગ વિશે કઈ પણ બિન ધર્મનિરપેક્ષ નથી. અમેરિકાના વોશિંગ્ટન ડીસી સ્થિત નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયા સાથે વાતચીતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં પ્રેસ ફ્રીડમ નબળી પડી રહી છે જે કોઈથી છૂપાયેલી નથી અને આ વાત બધા જાણે છે. મને લાગે છે કે ડેમોક્રેસી માટે પ્રેસ ફ્રીડમ જરૂરી છે અને ટીકાઓ સાંભળવી પણ જોઈએ. 


વિદેશની ધરતી પર શું બોલ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ માત્ર પ્રેસ ફ્રીડમ નથી. આ બધે થઈ રહ્યું છે. સંસ્થાકીય માળખા ઉપર પણ શિકંજો કસવામાં આવી રહ્યો છે. તમારે આ પ્રશ્ન પીએમ નરેન્દ્ર મોદીને કરવો જોઈએ. તમે એ કેવી રીતે કરશો એ મને ખબર નથી પરંતુ તમારે પૂછવું જોઈએ. ભારત પાસે ખુબ મજબૂત વ્યવસ્થાઓ છે જે પહેલેથી અસ્તિત્વમાં છે,તે વ્યવસ્થા નબળી થઈ ચૂકી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube