નવી દિલ્હી: ડરનું મનોવિજ્ઞાન પણ વિચિત્ર છે. જો પોતાના વિરુદ્ધ કોઈએ અવાજ ઉઠાવ્યો તો તે અનુશાસનહિનતા ગણાય છે અને જો બીજા વિરુદ્ધ ન બોલી સકે તો તે ડરપોક બની જાય છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજકાલ પાર્ટીના નેતાઓને નીડર અને ડરપોક હોવાનો સંદેશો સંભળાવી રહ્યા છે. સોશિયલ મીડિયા સેલના વોલેન્ટિયર્સ સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ ખુબ સાવધાની સાથે પાર્ટી નેતાઓને મોટો સંદેશ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીને કોંગ્રેસમાં નીડર લોકો જોઈએ છે
રાહુલ ગાંધીએ કહ્યું કે અને લોકો એવા છે જે ડરતા નથી. કોંગ્રેસની બહાર છે, તેઓ બધા આપણા છે. તેમને અંદર લાવો અને જે આપણા અહીં ડરી રહ્યા છે તેમને બહાર કાઢો. ચલો ભાઈ જાઓ. આરએસએસ  (Rashtriya Swayamsevak Sangh) ના થઈ જાઓ. ભાગો, મજા લો, નથી જોઈતા, જરૂર નથી તમારી. અમને નીડર લોકો જોઈએ છે. આ અમારી આઈડિયોલોજી છે. 


ઈમરાન ખાને આરએસએસ પર શું કહ્યું?
આ બાજુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ ભારત-પાકિસ્તાનની મિત્રતામાં સંઘને બાધક ગણાવ્યું છે. શું રાહુલ ગાંધી અને ઈમરાન ખાનની સોચ એક છે? શું રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છૂપાવવા માંગે છે? રાહુલ ગાંધીના પાકિસ્તાનના સૂરમાં સૂર પૂરાવવાનો શો અર્થ છે?


રાહુલ ગાંધીના આ નિવેદનનો શું અર્થ છે?
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની બહાર પણ અનેક લોકો એવા છે જે ડરતા નથી, તે બધા આપણા છે તેમને અંદર લાવો. તો શું રાહુલ ગાંધી મમતા બેનર્જી, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ જેવા વિપક્ષના મોટા ચહેરાને કોંગ્રેસના નેતૃત્વમાં મોરચાબંધીનો સંદેશ આપવા માંગે છે?


આ તારીખે જન્મેલા લોકો પર શનિદેવ રહે છે ખુબ મહેરબાન, રંક પણ બની જાય છે રાજા!


કોંગ્રેસમાં કેવી રીતે મળશે નીડર હોવાનો પુરાવો?
રાહુલ ગાંધીએ બીજી મહત્વની વાત એ કહી કે જે આપણા ત્યાં ડરી રહ્યા છે તેમને બહાર કાઢો. તો શું આ સંદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ માટે છે જે કોંગ્રેસમાં આંતરિક ચૂંટણીની માંગણી કરી રહ્યા છે. શું રાહુલ ગાંધી નેતાઓને ઈશારો કરી રહ્યા છે કે કોંગ્રેસમાં રહેવું હોય તો ફક્ત ભાજપ અને મોદી સરકાર વિરુદ્ધ બોલવું જ તેમને નીડર સાબિત કરી શકે છે. 


ત્રીજી મોટી વાત રાહુલ ગાંધીએ જે કરી તે એ કે જે આરએસએસના છે તે જતા રહે. કોંગ્રેસને તેમની જરૂર નથી. તો શું આ સંદેશ જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદ કે પછી તેમના રસ્તે ચાલવાનું વિચારતા નેતાઓ માટે છે. રાહુલ ગાંધી એવા નેતાઓને શું એમ કહેવા માંગે છે કે તેમના જવાથી પણ કોંગ્રેસને કશો ફરક પડવાનો નથી. 


Corona Update: કોરોનાની ત્રીજી લહેરનું તોળાઈ રહ્યું છે જોખમ, 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા


હાલ તો આ સવાલો વચ્ચે ભાજપ આકરા પ્રહારો કરી રહ્યો છે. ભાજપના નેતા કટાક્ષ કરી રહ્યા છે કે રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે આવા નિવેદન આપી રહ્યા છે અને સંઘ અંગે તેમની જાણકારી ખુબ જ સિમિત છે. ભાજપનો વિરોધ પોતાની જગ્યાએ છે પરંતુ રાહુલ ગાંધીએ આમ તો ખુલીને કોઈનું નામ નથી લીધુ પરંતુ કોંગ્રેસમાં નેતૃત્વ પર સવાલ ઉઠાવનારાઓની કોઈ કમી નથી. ગુલામ નબી આઝાદથી લઈને કપિલ સિબ્બલ સુધી અને આનંદ શર્માથી લઈને મનિષ તિવારી સુધી...23 એવા નેતાઓ છે જે કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરફારના પૈરવીકાર છે. 


આ નેતાઓ સોનિયા ગાંધીને પત્ર લખીને પોતાની વાત રજુ કરી ચૂક્યા છે. પરંતુ કોંગ્રેસમાં ડર્યા વગરના આ અવાજ બળવાખોર ગણાય છે અને આજ સુધી રાહુલ ગાંધીએ ખુલીને ક્યારેય આવા નેતાઓની વાતોનું સમર્થન કર્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube